________________
“મદુત્તર ર ળ” ઈત્યાદિ
ટીકાર્થ–પાપના કારણભૂત કિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે એ વિદ્યા બતાવે છે કે–જેના કારણે પુરૂષ વિજયવાળા થાય છે, અથવા જેનું તે અન્ય ષણ-રોધ કરે છે, તે વિદ્યા બતાવે છે.–
આ સંસારમાં અનેક પ્રકારની બુદ્ધિવાળા અનેક પ્રકારના અભિપ્રાયવાળા, અનેક પ્રકારના શીલ-સ્વભાવ અથવા આચારવાળા, અનેક પ્રકારની રૂચિવાળા, અનેક પ્રકારના આરંભવાળા અને અનેક પ્રકારના અધ્યવસાયવાળા, પુરૂષોમાં કોઈ વસ્ત્ર વેચે છે, તે કઈ વાસણ વિગેરે વેચે છે. સઘળા. મનુ એક પ્રકારના હોતા નથી. બધાજ એક બીજાથી વિલક્ષણ પ્રકારના હોય છે. તેથી જ તેઓ પિત પિતાની રૂચિ પ્રમાણે અનેક પ્રકારના પાપ નું અધ્યયન કરતા જોવામાં આવે છે, આ લેક સંબંધી ફળના ઉપભેગ કરવા માટે લોકો જે પાપ વિદ્યાઓને ગ્રહણ કરે છે, તેને અહિયાં ગણાવવામાં આવે છે, એવી વિદ્યાઓથી પરેલેકમાં આત્મકલ્યાણ થતું નથી, પરંતુ તેનાથી પરલોક બગડે જ છે. જેઓ આ વિઘાઓને અભ્યાસ કરે છે, અને તેના જ આશરાથી જીવન નિર્વાહ કરે છે, મેક્ષ તેનાથી દૂર જ રહે છે, આ વિદ્યાઓ દ્વારા આ લેક સંબંધી ફળ પ્રાપ્ત કરીને પાપી પુરૂષ મૃત્યુ પામ્યા પછી પરકમાં પાપનું ફળ ભેગે છે, અને ફરીથી અત્યંત પાપમય યોનિમાં જન્મ લે છે. આ રીતે તે આ સંસાર ચકથી બહાર નીકળી શકતું નથી, તેથી જ વિવેકી મનુષ્ય આ વિદ્યાઓને કર્મ બંધના હેતુ રૂપ માનીને તેને ત્યાગ કરે છે. મંદ બુદ્ધિવાળાઓને એજ વિદ્યા રૂચિકર હોય છે. તે પાપવિઘાઓ આ પ્રમાણે છે.
(૧) ભમ-ભૂમિ સંબંધી શાસ્ત્ર, કે જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભ અથવા અશુભ ફળ સૂચિત થાય છે. (૨) ઉત્પાત-દિવસમાં શિયાળવાનું રૂદન (૨ડવું) કરવું. ગાની આંખોમાંથી પાણી વહેવા, તથા તેમના પુંછડા ઊંચે લઈને ભાગવું. વિગેરે ઉત્પાતોનું જેમાં વર્ણન કરવામાં આવે છે. તે ઉત્પાત શાસ્ત્ર કહેવાય છે. (૩) સ્વપ્ન-સ્વપ્નાઓનું શુભ અથવા અશુભ ફળ બતાવવા વાળું શાસ્ત્ર (૪) આન્તરીક્ષ-આકાશમાં થવાવાળા મેઘ વિગેરેનું જ્ઞાન જેનાથી
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪