________________
મથી જાણવા ગ્ય હોય છે) બંધાય છે. અને પુષ્ટ થાય છે. બીજા સમયમાં વેદન કરાય છે. અને ત્રીજા સમયમાં નિજીર્ણ થઈ જાય છે.
તાર્ય એ છે કે–અગ્યારમા બારમા અને તેમાં ગુણસ્થાનમાં કષાયનો ઉદય થતું નથી, તેથી જ એ સમયે કષાયના નિમિત્તથી થવાવાળી સ્થિતિ બંધ અને અનુભાગ બંધને પણ અભાવ થઈ જાય છે, પરંતુ યોગના વિદ્યમાન પણાથી પ્રકૃતિબંધ અને પ્રદેશ બન્ધ એ વખતે પણ હોય છે. અર્થાત
ગના કારણે કમંદલિક બંધાય છે. અને તેમા જુદા જુદા પ્રકારના સ્વભાવ પણું ઉપન્ન થાય છે. પરંતુ કષાયના અભાવના કારણે તેઓ આત્મામાં રહેતા નથી, અને ફળ પણ આપી શકતા નથી. એ જ કારણથી અહિયાં કહેવામાં આવ્યું છે કે-ઐર્યાપથિકી ક્રિયા પ્રથમ સમયમાં બદ્ધ અને સ્પષ્ટ થાય છે. બીજા સમયમાં કેવળ પ્રદેશથી (અનુભાગથી નહીં, તેનું વેદબાય છે. અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થાય છે. અર્થાત્ તેની કર્મ સંજ્ઞા પણ રહેતી નથી.
- આ રીતે તે કષાય વિનાના વીતરાગ પુરૂષને ઐયપથિકી ક્રિયા હોય છે, અને તેના નિમિત્તથી તેને સાવધ કર્મ થાય છે. આ તેરમું ઐર્યાપશિક ફિયાસ્થાન કહેવાય છે.
શ્રી સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે તે જરબૂ તીર્થકર દ્વારા પ્રરૂપિત ક્રિયાસ્થાન મેં તમને કહ્યા છે, જે તીર્થકર ભૂતકાળમાં થઈ ચુકયા છે. વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં થનારા સઘળા અરિહન્ત ભગવતેએ આ તેર કિયાસ્થાન કહ્યા છે. કહે છે, અને કહેશે, તેનું પ્રતિપાદન કર્યું છે, કરે છે. અને કરશે. તેઓ આજ પ્રમાણે સ્વયં આચરણ કરે છે કેમકે તેઓ ધર્માચાર્ય છે. આચાર્યનું લક્ષણ આ રીતે કહેલ છે. જે શાસ્ત્ર પ્રમાણે સ્વયં આચરણ કરે છે. અને બીજાને પણ આચરણમાં સ્થાપિત કરે છે, તે આચાર્ય કહેવાય છે,
આ પ્રમાણે ભૂતકાળમાં જે તીર્થકર થયા છે, તેઓએ આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છુ, વર્તમાન કાળના તીર્થકર ભગવન આનું જ સેવન કરે છે. અને ભવિષ્ય કાળના તીર્થકર ભગવાન્ આનું જ સેવન કરશે૧૪
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૬૫