________________
(૧૧) માયા પ્રત્યયિક ક્રિયા સ્થાન “હાવરે મે શિરિયા ઈત્યાદિ ટીકાર્થ-મિત્રદ્ધ" પ્રત્યયિક નામનુ દસમાં કિયારથાનનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે આ અગિયારમું ક્રિયાસ્થાન માયા પ્રત્યધિક નામનું કહેવામાં આવે છે.–જે પુરૂષ ગૂઢ–એટલે કે જેને બીજાઓને પત્તો ન લાગે એવા સ્વભાવવાળો હોય છે, લોકોને વિશ્વાસમાં લઈને તેઓને ઠગે છે, ઘુવડની પાંખની માફક અત્યંત હલકા હેવા છતાં પણ પિતાને પર્વતની જેમ ભારે-મહાન માને છે, તેઓ આર્ય હોવા છતાં પણ અનાર્ય ભાષાઓને પ્રયોગ કરે છે, અન્ય પ્રકારના હોવા છતાં પણ પોતાને વિદ્વાન કહેવડાવે છે, અને કંઈક પૂછવામાં આવે ત્યારે ઉલટી વાત કહે છે. ન્યાયની વાત પૂછવામાં આવે તો બીજી જ વાત કરે છે. જીવ રક્ષા વિગેરેના સ્વીકાર ન કરતાં અને પ્રસંગોપાત ઉપસ્થિત વિષયને છોડીને અપ્રાસંગિક–પ્રસંગ વિનાના પ્રાણાતિપાત વિગેરેનું કથન કરે છે.
જેમ કૅઈ પુરૂષ હૃદયમાં પડેલા શકને પિતે કહાડતો નથી, બીજા પાંસે પણ કઢાવતા નથી, તેમજ એ શયને નાશ પણ કરતા નથી, પરંતુ તેને છૂપાવે છે. તેથી તે શલ્યથી અંદર અંદર જ-મનમાં જ પીડાને અનુભવ કરે છે, એ જ પ્રમાણે માયાવી પુરૂષ માયા કરીને તેની આલોચના કરતો નથી, તથા પ્રતિક્રમણ કરતા નથી, નિંદા કરતા નથી, ગહ કરતે નથી, તેમજ તેનું નિવારણ કરતા નથી, તથા વિશે ધન-શુદ્ધિ કરતા નથી, અને તે ફરી ન કરવા પ્રયત્ન કરતા નથી, તથા તે માયાની વિશુદ્ધિ માટે યોગ્ય પ્રાયશ્ચિત-તપ કમને સ્વીકાર કરતા નથી, એવો માયાવી પુરૂષ આ લેકમાં દુઃખ ભોગવે છે. પરકમાં પણ વારંવાર દુઃખ ભેગવે છે. તે બીજાઓની નિંદા કરે છે. ગહ કરે છે. પોતાની પ્રશંસા કરે છે. વારંવાર માયાચાર પૂર્વક અનુષ્ઠાન કરે છે. પરંતુ માયા રૂપ અસદાચરણથી નિવૃત્ત થતા નથી. પ્રાણિયોની હિંસા કરીને પણ તેને છુપાવે છે. તે અશુભ લેશ્યા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪