________________
(૯) માનપ્રત્યયિક ક્રિયાસ્થાન “મારે ળવયે શિથિટ્ટા” ઈત્યાદિ
ટીકાર્ય–આઠમા કિયાસ્થાનનું નિરૂપણ કરીને હવે નવમું ફિયાસ્થાન માન પ્રત્યયિક કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.-કે પુરૂષ જાતિમદ અથવા કુળ મદથી અર્થાત્ હું આવી ઉંચી ક્ષત્રીય વિગેરે જાતિનો . હું ઈવાકુ વિગેરે વિશેષ પ્રકારના કુળમાં જન્મ્યો છું. મારા વિના બીજા હીનનીચી જાત અને નીચા કુળના છે, આવા પ્રકારનું અભિમાન કરે છે, તે કુલમદ કહેવાય છે. તથા શરીર વચન અથવા મન સંબંધી સામર્થ્યને ગર્વ કરે છે, તે બલ મદ કહેવાય છે. હું સુંદર છું. બીજાઓ તેવા સુંદર નથી, આ પ્રમાણે રૂપનું અભિમાન કરે છે, તે રૂપમદ છે. તપનું અભિમાન કરે છે, શ્રતને મદ કરે છે, લાભને મદ કરે છે. ઐશ્વર્યને મદ કરે છે. પ્રજ્ઞા-અર્થાત બુદ્ધિને મદદ કરે છે. આ મદોમાંથી કઈ પણ એક મદસ્થાનથી મા-ગર્વવાળે હોય છે, અને તે કારણે બીજાને તિરસ્કાર કરે છે. નિંદા કરે છે. ઘૂર્ણ કરે છે. ગહ કરે છે, પરાભવ કરે છે, અપમાન કરે છે, અને કહે છે કે–આ વિશેષ પ્રકારથી જાતિવાન અથવા કુળવાન નથી, હું વિશેષ પ્રકારની જાત-કુળ અને બળ વિગેરેથી યુક્ત છું. આવા પ્રકારનું અભિમાન ધારણ કરતા થકા પિતાને ઉત્કર્ષ પ્રગટ કરે છે, બીજાઓ કરતાં પિતાને શ્રેષ્ઠ માને છે, એવા અહંકારીને આ રીતે બીજાની નિંદા કરવાથી અને પિતાને ઉત્કર્ષ પ્રગટ કરવાથી ઈહ-પરલોક સંબંધી જે ફળ પ્રાપ્ત થાય છે, તે શાસ્ત્રકાર પોતે બતાવે છે.–આ અભિમાની પુરૂષ જ્યારે મેરે છે, અને જે શરીરને લીધે તે આ મદેન્મત્ત બન્યું હતું તે શરીરને પણ છેડે છે, ત્યારે કેવળ તેના કરેલા કર્મો જ તેના સહાયક થાય છે. અને તે પરવશ થઈને પરલેકમાં ચાલ્યા જાય છે. અને તે પછી એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, અને એક જન્મથી બીજા જન્મમાં ઉત્પન્ન થઈ વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. એક નરકથી બીજા નરકમાં અર્થાત્ એક દુઃખ સ્થાનમાંથી બીજા દુઃખના સ્થાનને પ્રાપ્ત થાય છે. ગર્ભ, જન્મ, મરણ, અને નરક વિગેરેની વેદનાઓનો વારંવાર અનુભવ કરે છે. અર્થાત્ ભોગવે છે..
અભિમાનના આ દુઃખમય ફળને વિચાર કરીને કેઈ પણ પ્રકારે જાતિ વિગેરેનું અભિમાન ન કરે. કેઈનું અપમાન ન કરે, પરંતુ કંપાક ફળની જેમ અભિમાનથી ડરતા રહે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૫૯