________________
વિચરતા થકા ધર્મને ઉપદેશ કરે. તેમજ સાવદ્ય અને નિરવને વિભાગ કરે. સાંભળવાની ઈચ્છા વાળા જે ધર્મ કરવા તત્પર છે, અથવા અનુપસ્થિત છે, તેઓને જીન વચન પ્રમાણે નિર્દોષ ધર્મ અને ધર્મના ફળની પ્રરૂપણા કરે. શાન્તિ, વિરતિ ઇન્દ્રિય અને મનને વિજય ઉપશમ-સઘળા દુખેથી રહિત એ નિર્વાણ મેક્ષ ચિ-મનની શુદ્ધિ સરલપણુ, મૃદુ-કમળપણું, લાઘવ અને અહિંસાને સઘળા પ્રાણિ ભૂત, , અને સના કલ્યા ણને વિચાર કરીને ઉપદેશ કરે. અર્થાત્ પ્રાણિના કલ્યાણને વિચાર કરીને મેક્ષ, શાનિ, દયા, ઉપશમ વિગેરે ધર્મને ઉપદેશ કરે.
ધર્મને ઉપદેશ કરતા થકા સાધુ અન્નની પ્રાપ્તિ માટે ઉપદેશ ન કરે. પાણીની પ્રાપ્તિ માટે ધર્મને ઉપદેશ ન કરે, વસ્ત્ર માટે ધર્મને ઉપદેશ ન કરે. ઉપાશ્રય મેળવવા માટે ધર્મને ઉપદેશ ન કરે. શય્યા પ્રાપ્ત કરવા માટે ધર્મને ઉપદેશ ન કરે. અથવા જુદા જુદા પ્રકારના કામને પ્રાપ્ત કરવા માટે ધર્મને ઉપદેશ ન કરે. અગ્લાન ભાવથી ધર્મને ઉપદેશ કરે કર્મની નિર્જરા સિવાય બીજા કેઈ પણ પ્રોજન માટે ધર્મને ઉપદેશ કરે ન જોઈએ.
ભિક્ષુ પાસેથી ધર્મનું શ્રવણ કરીને તેમજ તેને હૃદયમાં ધારણ કરીને વર-કર્મ વિદારણ કરવામાં સમર્થ પુરૂષ દીક્ષાને સ્વીકાર કરીને તથા ઘરને ત્યાગ કરીને આહંત-અહંત ભગવાને ઉપદેશ કરેલા ધર્મમાં ઉદ્યમવાળા બની જાય છે તે વીર પુરૂષ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યફ તપ રૂપ મેક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. અને સઘળા સાવધ કર્મોથી રહિત બની જાય છે. તેઓ બધા જ કષાયને જીતી લેય છે અને એજ સઘળા કર્મોને પૂર્ણપણાથી ક્ષય કરે છે.
શ્રી સુધર્માસ્વામી જ બૂસ્વામીને કહે છે કે—હે જબૂ! મેં ભગવાન તીર્થકરની પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમને કહું છું.
આ પ્રમાણે તે શિશુ મૃતચારિત્ર રૂપ ધર્મની કામના વાળા હોય છે. વિશુ ધર્મને જાણનારા હોય છે. અને મોક્ષ અથવા સંયમને પ્રાપ્ત કરે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪