________________
છે. એવા સાધુ પૂર્વોક્ત પુરૂષમાં પંચમો પુરૂષ છે, તે એ ઉત્તમ એવા પુ. રીક-કમળને પ્રાપ્ત કરે, અથવા ન કરે પરંતુ એ જ સૌથી શ્રેષ્ઠ છે. એવે તે ભિક્ષુ કર્મના સ્વરૂપને જાણવા વાળ, બાહ્યબહારના તથા આત્યંતર-અંદરના સંબંધને જાણનાર અર્થાત્ માતા, પિતા, પુત્ર પૌત્ર વિગેરેના બાહ્યબહારના સંબંધને અને કષાય વિગેરેના આધંતર-અંદરના સંબંધને જ્ઞપરિ જ્ઞાથી કડવા ફલ આપનાર જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી, તેને ત્યાગ કરે છે. જીતેન્દ્રિય પાંચ સમિતિથી યુક્ત સદા યતનાશીલ જ્ઞાન વિગેરે ગુણાથી યુકત એ તે સાધુ આ નીચે બતાવવામાં આવેલ શબ્દને ચગ્ય ગણાય છે. -મણું, માહન, શાન્ત, ક્ષમા વિગેરે ગુણોથી યુક્ત, દાન્ત, જીતેન્દ્રિય, ગુપ્ત, મુક્ત, કષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ. રૂક્ષ, તીરથી અને ચરણ કરણ પારવિત્
આ પ્રમાણે હું કહું છું. ૧૫ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની
સમયાર્થબધિની વ્યાખ્યાનું પહેલું અધ્યયન સમાપ્ત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૪૭