________________
અસંયમમાં રતિ–પ્રીતિ માયા યુક્ત મૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્યથી વિરત થવું. એવા સાધુ મહાન કર્મબંધથી છૂટિ જાય છે, અને સાવધ કાર્યોનો ત્યાગ કરી દે છે. જે આ ત્રસ અને સ્થાવર પ્રાણી છે તેઓ સ્વયં આરંભ કરતા નથી. બીજાઓથી આરંભ કરાવતા નથી. અને બીજા આરંભ કરવાવાળાઓને અનુમોદન આપતા નથી. તે મહાન્ કર્મ બંધનથી નિવૃત્ત થઈ જાય છે. અર્થાત્ છૂટિ જાય છે. શુદ્ધ સંયમમાં સ્થિત થાય છે અને પાપથી નિવૃત્ત થઈ જાય છે. તે સાધુ સચિત્ત અને અચિત્ત અને પ્રકારના કામના સાધનેને સ્વયે ગ્રહણ કરતા નથી તથા બીજા પાસે ગ્રહણ કરાવત નથી. તથા ગ્રહણ કરવાવાળાને અનુમોદન આપતા નથી. તેથી જ તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. વિશુદ્ધ સંયમના અનુષ્ઠાનમાં સ્થિત થાય છે. અને સઘળા પાપોથી નિવૃત્ત થાય છે. સંસારમાં જે સાંપરાયિક કર્મો કરકરવામાં આવે છે, અર્થાત્ કષાય યુક્ત થઈને સંસારની વૃદ્ધિ કરવાવાળા કર્મ બંધ કરવામાં આવે છે, તેને તે સાધુ સ્વયં કરતા નથી. બીજાઓ પાસે કરાવતા નથી, તથા કરવાવાળાનું અનુમંદન પશુ કરતા નથી. તે કારણથી તે મહાન કર્મબંધથી મુક્ત થઈ જાય છે. સંયમમાં ઉપસ્થિત થાય છે, અને પાપથી છૂટિ જાય છે.
જે સાધુ એવું સમજે કે ગૃહસ્થ કેઈ એક સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂતે, જીવે અને સત્યનો આરંભ સમારંભ કરીને અશન, પાન; ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરેલ છે, અથવા સાધુ માટે કીંમત આપીને ખરીદ કરેલ છે. કોઈની પાસે ઉધાર લીધેલ છે, કેઈની પાસે બલાત્કાર કરીને પડાવી લીધું છે, ધનના માલિકને પૂછયા વિના લઈ લીધું છે, કેઈ ગામ વિગેરેમાંથી સાધુની પાસે લાવ્યા છે, અથવા સાધુને નિમિત્તે તૈયાર કરેલ છે, તે એવી રીતે આપેલ અથવા આપવામાં આવનારા આહારને સાધુ પિતે ઉપયોગમાં ન લે તથા બીજાઓને ખવરાવે નહીં તયા ખાનારાઓનું અનુમોદન ન કરે. એવું ફરહાવાળા સાધુ મહાન કર્મ બંધથી બચી જાય છે. સંયમમાં સ્થિત થાય છે, અને પાપથી નિવૃત્ત થાય છે.
સાધુના જાણવામાં એવું આવે કે આ આહાર બનાવેલ છે, તે સાધુ માટે બતાવવામાં આવેલ નથી, પરતું ગૃહસ્થ માટે અથવા પિતાના માટે તેણે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૪૪