________________
પરિતાપ કરવાને યોગ્ય નથી, ઉદ્વેગ પહોંચાડવા યોગ્ય નથી. આ અહિંયા ધમ. ધવ, નિત્ય, અને શાશ્વત છે અર્થાત્ સર્વદા સ્થાયી છે. ઉત્પાદ અને વિનાશ રહિત છે. અને સદા એક રૂપથી સ્થિત છે તે મહાપુરૂષોએ સઘળા લોકોને કેવળ જ્ઞાનથી જાણીને આ નિત્ય, ધ્રુવ અને શાશ્વત એવા અહિંસા ધર્મનું પ્રતિપાદન કરેલ છે તે ભિક્ષુ છે કે જે પ્રાણાતિપાતી વિરત છે, યાવતુ પરિગ્રહથી વિરત છે. દત્ત પ્રક્ષાલનથી અર્થાત્ દાતણ કે –પાવડર વિગે. રેથી પોતાના દાંતેને સાફ ન કરે. આંખોમાં કાજળ વિગેરે ન લગાવે, ગ ક્રિયા અથવા એસડથી ઉલટી ન કરે સુંગધવાળા પદાર્થોથી કપડા વિગેરેને સુગંધવાળા ન કરે. અથવા રાગની શાન્તિ માટે ધૂપ કરે નહીં. તથા ધૂમ્ર પાન વિગેરે પણ ન કરે. ભિક્ષુએ સાવદ્ય ક્રિયાથી રહિત થવું. અષક અર્થાત જીવહિંસા વિગેરે કાર્યોથી રહિત થવું ક્રોધમાન માયા અને તેલથી રહિત થવું. ઈન્દ્રિય અને મનનું દમન કરે. કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતલ સ્વરૂપ થાય આ લોક અને પરલોક સંબંધી કામના ન કરે. અને એવી ઈચ્છા પણ ન કરે કે મેં જે આ જ્ઞાન જોયું, સાંભળ્યું અથવા મનન કર્યું છે, અર્થાત્ કૃતને અભ્યાસ કર્યો છે, તપશ્ચરણ કર્યું છે. નિયમોનું પાલન કર્યું છે. અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કર્યો છે, બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. શરીર યાત્રાને નિર્વાહ કરવા માટે શુદ્ધ અને પ્રાસુક આહાર પાણીનું સેવન કર્યું છે, ધર્મનું આચરણ કર્યું છે, આ બધાના ફળ સ્વરૂપ આ ભવને ત્યાગ કરીને દેવ બની જાઉં. બધા પ્રકારના કામ મારે આધીન થઈ જાય અણિમા વિગેરે ત્રાદ્ધિઓ મને પ્રાપ્ત થઈ જાય, હું સઘળા દુઃખ અને અશુભેથી બચી જાઉં.
સાધુએ એવી આકાંક્ષા ક્યારેય પણ કરવી ન જોઈએ-કેમકે તપસ્યા દ્વારા કદાચ કઈ કામના પૂરી થાય છે, અને કોઈ કામના કદાચ પૂરી ન પણ થાય. અર્થાત્ એ કેઈ નિયમ નથી કે–તપસ્યાથી દરેકની સમગ્ર કામનાએ પૂરી થઈ જાય.
ભિક્ષુઓએ મનહર એવા શબ્દોમાં આસક્ત ન થવું. મને એવા સુંદર રૂપમાં આસક્ત ન થવું. એજ પ્રમાણે સુંદર ગંધ સારા સારા રસે અને સ્પર્શોમાં પણ આસક્ત ન થવું. આ ક્રોધ, માન, માયા, લાભ, રાગ દ્વેષ, કલહ અભ્યાખ્યાન, વૈશ, પર૫રિવાદ સંયમમાં અરતિઅપ્રીતિ અને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૪૩