________________
‘રે ”િ ઈત્યાદિ
ટીકાર્થ–સુધર્માસ્વામી જબૂસ્વામીને કહે છે કે-હું આ પ્રમાણે કહું છે. પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાં ઉદવે દિશામાં અને અધે દિશામાં, અનેક પ્રકારના મનુષ્ય હોય છે. જેમકે-કઈ આર્ય, કઈ અનાર્ય, અર્થાત્ કઈ જ્ઞાન દર્શનના અંકુરવાળા અને કેઈ તેના વિનાના હોય છે. કેઈ ઉંચા ગેત્રમાં ઉત્પન્ન થયેલ અને કેઈ નીચ ગોત્રમાં ઉતપન્ન હોય છે. કોઈ લાંબા શરીરવાળા, કોઈ ટૂંકા શરીરવાળા, હોય છે. કઈ સુંદર રૂપવાળા-સુરૂપ અને કઈ કદરૂપા હોય છે. લેક અને દેશ તે લેકેને પરિગ્રહ હોય છે. તે પરિગ્રહ કોઈની પાસે છેડે હોય છે, કેઈની પાસે વધારે હોય છે. આવા પ્રકારના કુલેમાંથી આવીને અને કઈ પણ કુળમાં જન્મ લઈને ભેગોને તથા સંસારિક સુખેને ત્યાગ કરીને તેમાંથી કઈ કઈ ભિક્ષા વૃત્તિને માટે ઉદ્યમવાળા થઈ જાય છે. અર્થાત્ ઘરને ત્યાગ કરવાવાળા બની જાય છે. કઈ કઈ પુરૂષ વિદ્યમાન એવા બંધુ, બાંધવા વિગેરે પરિવારને તથા ધન ધાન્ય વિગેરે ઉપકરણને ત્યાગ કરીને ભિક્ષાચર્યાને સ્વીકાર કરે છે. અને કેઈ કઈ અવિદ્યમાન પરિવાર તથા ધન, ધાન્ય વિગેરેને ત્યાગ કરીને ભિક્ષા ચર્યા માટે ઉદ્યમ વાળા થાય છે. આ રીતે જે વિદ્યમાન અથવા અવિદ્યમાન પરિવારને તથા ધન, ધાન્ય વિગે. જેને ત્યાગ કરીને ભિક્ષા ચર્યામાં ઉપસ્થિત થાય છે તેઓને પહેલેથી જ એ જાણ હોય છે કે-આ જગમાં લોકો પોતાનાથી જુદા એવા પદાર્થોને મિથ્યાઅભિમાન કરીને “આ મારૂં છે તેમ માને છે. તેઓ સમજે છે કેખેતર મારૂં છે. આ મકાન-ઘર મારૂં છે. આ ચાંદી, સોનું મારૂં છે. આ ધન, ધાન્ય મારૂ છે. આ કાંસુ મારૂં છે. આ પુષ્પ આ વસ્ત્ર મારૂં છે. આ ઘણું એવું ધન, કનક-સેનું રત્ન મણિ, મેતી, શંખ શિલા, પ્રવાલ, મૂંગા -લાલ રતન તથા ઉત્તમ સાર રૂપ પદાર્થો મારા છે. સુંદર શબ્દ કરવાવાળી વીણા. વિગેરે વાદ્યો મારાં છે, સુંદર રૂપવાન સ્ત્રી મારી છે. અત્તર તથા સુંગધવાળું તેલ મારૂં છે. ઉત્તમ રસ, તથા સ્પર્શવાળા પદાર્થો મારા છે, અને હું તેને માલિક છું. તાત્પર્ય એ છે કે-અજ્ઞાની મન સંસારના પદાર્થોને પિતાના માને છે.
પરંત જ્ઞાની પુરૂએ તે પહેલેથી જ એ જાણી લેવું જોઈએ કે-જ્યારે મને કોઈ પણ દુઃખ કારક અર્થાત તાવ વિગેરે રોગ તથા શીઘઘાત કરવા
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૩૪