________________
કરે છે. નિયતિના બળથી જ શરીરથી છૂટી જાય છે. નિયતિથી જ સુખ દુખ વિગેરે અનુકૂળ અને પ્રતિકૂળ સંવેદન કરે છે. નિયતિથી જ તેમાં અનેક પ્રકારના પાલ્ય વિગેરે અવસ્થા પ્રમાણ ઉત્પન્ન થાય છે. નિયતિથી જ કઈ કા, કેઈ કુબડે, કઈ બહે, અને કોઈ આંધળે, કઈ લુલે અને કઈ લંગડે હોય છે. એ જ પ્રમાણે આ ત્રસ અને સ્થાવર જી નિયતિના બળથી જ અનેક પ્રકારના સુખ દુઃખ વિગેરેને પ્રાપ્ત થાય છે.
સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે કે–તે નિયતિ વાદી આગળ કહેવામાં આવનારા પદાર્થોને સ્વીકાર કરતા નથી, તેઓ આ પ્રમાણે ક્રિયા અક્રિયા યાવત્ નરક, અનરક વિગેરે તથા યાવત્ શબ્દથી પૂર્વોક્ત કલ્યાણ, અકલ્યાણ સિદ્ધિ અસિદ્ધિ, સુકૃત, વિગેરેને સ્વીકાર કરતા નથી. આથી તેઓ અનેક પ્રકારના સાવધ કર્મોનું અનુષ્ઠાન કરીને શબ્દાદિ કામગોને આરંભ કરે છે. તેઓ અનાર્ય–અર્થાત્ વિપરીત શ્રદ્ધાન કરતા થકા અહિના રહેતા નથી તેમ ત્યાંના પણ રહેતા નથી. વચમાં જ કામમાં આસક્ત થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે–તે નિયત વાદીઓ કામમાં આસક્ત, અનાર્ય, ભ્રમને પ્રાપ્ત થયેલા, નિયત વાદમાં શ્રદ્ધા રાખનારા પિતાને આ લેક સુધારી શકતા નથી. બન્ને બાજુથી ભ્રષ્ટ થઈ જાય છે.
આ રીતે ચોથો પુરૂષ નિયતવાદી કહેલ છે. આ ચારે પુરૂષ અલ્પ બુદ્ધિવાળા છે. જુદા જુદા અભિપ્રાય વાળા છે. જુદા જુદા સ્વભાવ અને આચાર વાળા છે, અને અલગ અલગ દૃષ્ટિવાળા છે. ભિન્ન રૂચિવાળા, પ્રાણા તિપાત વિગેરે આરંભ કરવાવાળા ધર્મ સમજીને અધર્મ કરવાવાળા છે. આ માતા, પિતા, વિગેરેના પૂર્વકાળના સંબંધને ત્યાગ કરવા છતાં પણ આર્ય માર્ગ અર્થાત તીર્થકરોના માર્ગને પ્રાપ્ત કરી શકતા નથી. અર્થાત્ સમ્યક જ્ઞાન, સમ્યકુદર્શન, સમ્મચારિત્ર, અને સમ્યકૂતપ રૂપ મેક્ષ માગને પ્રાપ્ત થતા નથી. તે કારણે તેઓને આ લેક સુધરતું નથી તથા પરલેક પણ સુધરતું નથી. તેઓ વચમાં જ કામોમાં ફસાઈ જાય છે. અને સંસાર ચકમાં પરિભ્રમણના દુખને ભેગવવા વાળા થાય છે. ૧ર
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
(૩૩