________________
ક્રિયાને સ્વીકારે છે. અને જે ક્રિયાને માનતા નથી આ અને પુરૂષે સરખા જ છે. અને એક જ કારણને પ્રાપ્ત થયેલા છે. આ બને અજ્ઞાની છે. કેમ કે તેને તત્વનું જ્ઞાન નથી. તેઓ એવું કહે છે કે નિયતથી જ સઘળું થાય છે. કારણને માનવા વાળા અજ્ઞાની એવું સમજે છે કે-કાળ, કર્મ, ઈશ્વર, વિગેરેજ ફલના આપવા વાળા છે. તેઓ સમજે છે કે-હું જે દુઃખ ભોગવી રહ્યો છું શેક પામી રહ્યો છું. દુઃખથી આત્મગ્લાની પામી રહ્યો છું. શારીરિક શક્તિને નાશ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છું. અને સંતાપ પામી રહ્યો છું. આ બધું મારા કરેલા કર્મનું જ ફળ છે. અથવા બીજા કોઈ જે દુઃખ પામી રહ્યા છે, શોક પામી રહ્યા છે, આત્મગ્લાનિ કરી રહ્યા છે, શારીરિક બળને નાશ કરી રહ્યા છે, પીડા પામે છે, અથવા સંતાપ ભેગવે છે, આ બધું તેના કર્મનું જ ફળ છે. આ પ્રમાણે અજ્ઞાનીઓ કાળ, કર્મ, પરમેશ્વર વિગેરેને સુખદુઃખનું કારણ માનતા થકા પિતાના સુખ દુઃખનું કારણ પિતાના કર્મને અને બીજાના સુખ દુઃખનું કારણ બીજાના કર્મને સમજે છે. પરંતુ કારણને પ્રાપ્ત બુદ્ધિમાનું એવું સમજે છે કે-હું દુઃખ ભેગવું છું, શેકા પામી રહ્યો છું. દુખથી આત્મનિંદા કરી રહ્યો છું. શારીરિક શક્તિને નાશ કરી રહ્યો છું. પીડા પામી રહ્યો છે. સંતાપ પામી રહ્યો છું. તેમાં મેં કરેલ કર્મ કારણ નથી. આ બધું દુઃખ વિગેરે નિયતિના બળથી જ પ્રાપ્ત થાય છે. તેથી નિયતી જ સઘળનું કારણ છે. આ પ્રમાણે એ બુદ્ધિમાન્ પુરૂષ એવું સમજે છે કે મને અથવા બીજાને જે કાંઈ સુખ અથવા દુઃખ થાય છે, તે સ્વકૃત અથવા બીજાએ કરેલ કર્મનું ફળ નથી આ બધું નિયતિનું જ ભાગ્યાધીન કારણ છે. તેથી જ હું એવું કહું છું કે-પૂર્વ વિગેરે સઘળી દિશાઓમાં જે કઈ ત્રસ અને સ્થાવર પ્રાણિ છે, તે સઘળા નિયતિને બળથી જ દારિક વિગેરે શરીરને પ્રાપ્ત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
- ૩૨