________________
પુણ્ય, પાપ વગેરેને તેઓ સ્વીકાર કરતા નથી. અહિયાં યાવત શબ્દથી અક્રિયા સુકૃત, દુષ્કૃત, કલ્યાણ, પાપ, સાધુ, અસાધુ, સિદ્ધિ અસિદ્ધિ અને નરક સુધી તેઓ સ્વીકાર કરતા નથી તેમ સમજવું. આ રીતે તેઓ અનેક પ્રકારથી આરંભ, સમારંભ કરીને અનેક પ્રકારના કામોને ભેગવવા માટે સાવદ્ય કર્મ કરે છે આ પ્રમાણેની શ્રદ્ધા કરતા થકા તેઓ અનાય છે. વિપરીત માન્યતા ગ્રહણ કરેલ છે. તેઓ અહિંના નથી. તેમ ત્યાંના પણ રહેતા નથી, વચમાં જ ઈચ્છા અને મદન રૂપ કામમાં નિમગ્ન રહે છે.
આ ત્રીજે પુરૂષ ઈશ્વર કારણવાદી કહેલ છે. આ ત્રીજે પુરૂષ છે, કે જે પશ્ચિમ દિશાએથી આવીને પોતાના પાંડિત્યને પ્રગટ કરતે થકે વાવની મધ્યમાં રહેલ મેક્ષરૂપી પ્રધાન પંડરીક-કમળને લાવવા માટે સંસાર રૂપી વાવમાં પ્રવેશ કર્યો અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલા જ્ઞાનાદિરૂપ એક્ષમાર્ગને ન જાણવાના કારણે કર્મરૂપી કાદવમાં ફસાઈને ખેદને પ્રાપ્ત થયેલ છે.
ઈશ્વર જગતના કર્તા છે. આ પક્ષને સિદ્ધ કરવા માટે કઈ પણ યુક્તિ નથી. સઘળા પદાર્થોને આત્મ સ્વરૂપ આત્મમય માનવામાં અનુભવથી બાધ આવે છે. તેથી જ આ બંને પક્ષેને અંગીકાર ન કરવાથી જ તે ખંડિત થઈ જાય છે. ૧૧
“અરે વાથે પુરિસના ઈત્યાદિ
ટીકાથ-ત્રીજા પુરૂષનું વર્ણન કરીને હવે ચોથા પુરૂષનું વર્ણન કરવામાં આવે છે. આ ચોથે પુરૂષ તે નિયતિવાદી સમજ. અહિયાં પણ વાવની પૂર્વ દિશાએથી આરંભીને રાજા, પરિષદ સેનાપતિ પુત્ર પર્યન્તના આ અધ્યયનના પહેલા સૂત્રમાં કહેલ સઘળા વિષયનું કથન સમજી લેવું જોઇએ. તેમાંથી કોઈ ધર્મ શ્રદ્ધાવાન હોય છે. તેને શ્રદ્ધાવાન્ સમજીને કઈ શ્રમણ અથવા બ્રાહ્મણ પિતાની ઈચ્છાથી તેની પાસે જવાની ઈચ્છા કરે છે. અને તે શ્રદ્ધાલ રાજાની પાસે જઈને કહે છે કે–અમારે આ ધર્મ સઆખ્યાત છે. અને સરલ પણાથી સમજી શકાય તેવો છે. હે ધર્મના અભિલાષી! હું આપને સત્ય ધર્મને ઉપદેશ કરું છું. આપ તેને સાવધાન થઈને સાંભળે.
આ લેકમાં બે પ્રકારના પુરૂષ હોય છે. એક તે તે છે કે જેઓ ક્રિયા દ્વારા જ સ્વર્ગ અને મેક્ષ થવાનું કહે છે. અને બી એ છે કે જે ક્રિયાવાદી નથી. અર્થાત ક્રિયાથી સ્વર્ગ અને મોક્ષ થવાનું સ્વીકારતા નથી જ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
- ૩૧