________________
પાંચ મહાભૂતવાદી ચાર્વાકના મત કહેવામાં આવેલ છે. તથા પહેલાના એ પુરૂષાનુ વર્ણન થઈ ગયું છે. હવે ત્રીજા પુરૂષના સંબધમાં કહેવામાં આવે છે.—‘બાવરે તને કુલિના' ઈત્યાદિ
ટીકા ત્રીજો પુરૂષ ઈશ્વર કારણિક કહેવાય છે. તેના મત પ્રમાણે ઈશ્વર જગતનું કારણુ છે આ મનુષ્ય લેકમાં પૂર્વ વિગેરે દિશાઓમાં કઈ કોઈ મનુષ્ય એવા હાય છે, કે જે અનેક રૂપેામાં ઉત્પન્ન થાય છે, તેમાં કાઇ આય હાય છે, કઈ અનાય હાય છે, તેનુ વર્ણન પહેલા સૂત્ર પ્રમાણે સમજી લેવુ' જોઈ એ. તેએમાં કોઈ રાજા હૈાય છે, જે હિમાલય પર્વત જેવા હાય છે. વિગેરે વણુન પણ પહેલા પ્રમાણે અહિયાં કહી લેવું જોઇએ. તેમની પરિષદ હોય છે. જેમાં સેનાપતિ વિગેરે હોય છે. ત્યાં પણ સમ્પૂર્ણ પૂર્વક્ત વર્ણન સમજી લેવું જોઇએ. કાઈ કાઇ શ્રમણ અથવા માહન તે રાજા વિગેરેની પાંસે તેને પેાતાના ધર્મના અનુયાયી બનાવવા માટે તેની સમીપે જઇ પહોંચે છે. ત્યાં જઈને તેઓ તેને કહે છે કે-અમારા આ ધર્મ સુ-આખ્યાત છે. અને સુપ્રજ્ઞપ્ત છે. સરલતાથી સમજી શકાય તેવો છે. હું રાજા અમે આપને સત્ય ધર્મ સમજાવીએ છીએ આને સત્ય સમજે તે ધર્મ આ પ્રમાણે છે.આ જગત્મા જડ ચેતન વિગેરે જે કાઇ પદાર્થ છે, તે બધા પુરૂષ વિગેરે છે, અર્થાત્ તેનું આદિકારણુ ઈશ્વર છે. તે સઘળા પુરૂષાન્તરિક છે. અર્થાત્ ઈશ્વર જ તેમના સંહાર કરે છે. ઈશ્વર દ્વારાજ તેની રચના કરાઈ છે. ઇશ્વરથી જ તેના જન્મ થયા છે. તે ઈશ્વર દ્વારા જ પ્રકાશિત છે, ઈશ્વરને જ અનુસરનાર છે. તે ઇશ્વરના જ આશ્રય લઈને સ્થિત છે. તાપ એ છે કે-જગતના સઘળા પટ્ટાĒ ઇશ્વરથી જ ઉત્પન્ન થયા છે. ઈશ્વરમાં જ સ્થિત છે, અને ઈશ્વરમાં જ લીન થઈ જાય છે. આ વિષયમાં દૃષ્ટાન્ત બતાવતાં તેઓ કહે છે કે-જેમ ફાલ્લા ફાલ્લી શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે, શરીરમાં જ વધે છે. શરીરનું જ અનુગમન કરે છે. અને શરીરના આધાર પર જ ટકે છે, એજ પ્રમાણે સઘળા પદાથી ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. ઈશ્વરમાં જ વધે છે, અને ઈશ્વરને આધાર મનાવીને સ્થિત રહે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪
૨૮