________________
ફરીથી બીજુ દષ્ટાન્ત બતાવીને આજ હેતુને વધારે દઢ કરે છે. જેમ અરતિ (ચિત્તનું ઉદ્વિગ્ન પણું) શરીરમાં ઉત્પન્ન થઈ શરીરમાં વધે છે, અને શરીરનું જ અનુગમન કરે છે, અને શરીરના આશ્રયથી રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. યાવત્ ઈશ્વરના આશ્રયથી જ રહે છે. જેમ વાલ્મીક (રાફડો) પૃથવીમાંથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાં જ વધે છે, અને પૃથ્વીમાં જ સ્થિર રહે છે. અને પૃથ્વીમાં જ અનુગત રહે છે, તથા પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા જડ અને ચેતન પદાર્થો પણ ઈવમાંથી જ ઉત્પન્ન થયા છે. યાવત્ પુરૂષના આશ્રયથી રહે છે.
જેમ વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં વધે છે, અને પૃથ્વીમાં જ વ્યાસ થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થાય છે. અને પુરૂષમાં જ વ્યાપ્ત થઈને રહે છે.
જેમ વાવ પૃથ્વીમાં ઉત્પન થાય છે, યાવત્ પૃથ્વીમાં જ વ્યાપ્ત થઈને રહે છે. અને પૃથ્વીમાં જ વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થઈ જાય છે. યાવત્ પુરૂષને જ વ્યાપ્ત થઈને રહે છે.
જેમ જળની વૃદ્ધિ જળથી જ થાય છે. અને જળને જ વ્યસ્ત થઈને રહે છે. એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષ-ઈશ્વરથી જ ઉત્પન્ન થાય છે. અને પુરૂષના જ આશ્રયથી રહે છે,
જેમ પાણીના પરપોટા પાણીથી જ ઉત્પન થાય છે, યાવત્ જલના આશ્રયથી રહે છે, એ જ પ્રમાણે સઘળા પદાર્થો પુરૂષથી જ ઉત્પન્ન થાય છે. અને યાવત્ પુરૂષના આશ્રયથી જ રહે છે.
શ્રમણ નિ દ્વારા ઉપદેશેલ આચારાંગથી લઈને દષ્ટિવાદ પર્યન્ત જે દ્વાદશાંગ ગણિપિટક છે, તે મિથ્યા છે. અને અમારે મતજ શ્રેષ્ઠ છે. શ્રેયસ્કર છે. ઉદ્ધાર કરવાવાળે છે. ઈશ્વર કારણ–વાદિનું એવું કથન છે આ પ્રમાણે કથન કરતા થકા પિતાના મત અનુસાર લેકને અનેક અનર્થોને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૯