________________
“ વરુ ઈત્યાદિ
ટીકાર્થ-શ્રી વર્ધમાન સ્વામી સમવસરણમાં એકઠા થયેલા અગ્રગણ્ય, મુખ્ય એવા મનુષ્યો તથા દેના સમૂહને ઉદ્દેશીને કહે છે –આ મનુષ્ય લેકમાં, પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં, ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યો હોય છે. બધા મનુષ્યો એક પ્રકારના હોતા નથી. જેમ-કેઈ આર્ય અર્થાત્ ધર્મ બુદ્ધિવાળા હોય છે, કેઈ અનાર્ય અર્થાત આર્ય વિરોધી–અધમ હોય છે. અથવા કેઈ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા અને કોઈ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા હોય છે. કેઈ ઉચ્ચ ગેત્રમાં ઉત્પન્ન થયેલા હોય છે. અને કેઈ નીચ ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોય છે. કેઈ શરીરથી લાંબા હોય છે, કે ઈ ઠીંગણા કદવાળા વામન અથવા કુબડા પણ હોય છે. કોઈ રૂપથી સુંદર હોય છે, તે કઈ કરૂપ હોય છે. અર્થાત કોઈને વર્ણ સુંદર વખાણવા ગ્ય અને કોઈનું રૂપ અકમનીય અર્થાત મનને ન ગમે તેવું હોય છે. આ રીતે ગોત્ર અને વર્ણ વિગેરેથી જુદા જુદા પ્રકારના મનુષ્ય આ લેકમાં નિવાસ કરે છે.
તે મનુષ્યમાં કોઈ રાજા હોય છે. તે રાજા ધાતુ અને વિસ્તારની દ્રષ્ટિથી, હિમાલય પર્વત, મલયાચલ પર્વત, મન્દર (મેરૂ) પર્વત અને મહેન્દ્ર નામના પર્વતની સરખા હોય છે. અથવા હિમાલય પર્વત વિગેરેની સરખા દેઢ (મજબૂત) તથા મહેન્દ્ર અર્થાત્ બળ અને વૈભવમાં ઈન્દ્રની સરખા પ્રતાપવાન હોય છે. અત્યંત વિશુદ્ધ રાજકુળોની પરંપરામાં જન્મેલા હોય છે. તેના અંગ પ્રત્યંગ રાજાના ચિન્હાથી નિરંતર (આંતરા વિના) સુશોભિત હોય છે. અર્થાત તેના અંગ પ્રત્યંગોમાં રાજાને ગ્ય શુભલક્ષણ હોય છે. અનેક પુરૂષે હમેશાં આદર પૂર્વક તેને આદર સત્કાર કરે છે. તે સર્વગુણેથી યુક્ત હોય છે. તે ક્ષત્રિય અર્થાત્ ક્ષતના ભયથી ત્રાણુ-રક્ષણ કરનાર અથવા ક્ષત્રિય જાતિના હોય છે. સર્વદા પ્રસન્ન ચિત્ત, વિધિ યુક્ત રાજ્યાભિષેક કરેલા તથા માતા પિતાને આનંદ આપનાર અને તેઓનું પિષણ વિગેરે કરવાથી સપૂત હોય છેકુળ ભૂષણ રૂપ હોય છે. બધાના પર દયા કરનાર પ્રજાની અને પિતાની વ્યવસ્થા માટે મર્યાદા બાંધનાર અને મર્યાદાને ધારણ કરનાર હોય છે. સીમા કરવાવાળા અર્થાત્ મર્યાદા કરવાવાળા અને મર્યાદાને ધારણ કરવાવાળા હોય છે. ક્ષેમકર અને ક્ષેમધર હોય છે. અર્થાત્ પ્રજાનું ક્ષેમકુશલ કરે છે. અને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૭