________________
તથા ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેથી એવા જ ઘણા હોય છે, કે જેની હિંસાનું શ્રાવક વ્રતગ્રહણ કરવાના સમયથી લઈને મરણ પર્વન્ત ત્યાગ કરે છે. આ રીતે તે શ્રાવક ઘણુ જીવોની હિંસાને ત્યાગ કરવાવાળા હોય છે. આવી સ્થિતિમાં આપનું આ કથન ન્યાય સંગત નથી કે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે.
ભગવાન શ્રી ગૌતમ સ્વામી ફરીથી કહે છે-આ સંસારમાં કઈ કઈ એવા મનુષ્ય હોય છે. કે જે વ્રત ગ્રહણથી લઈને મરણ પર્યન્ત આરંભને ત્યાગ કરવાવાળા હોય છે. પરિગ્રહથી રહિત હોય છે. ધાર્મિક ધમનગમી. ચાવત સઘળા પરિગ્રહથી નિવૃત્ત હોય છે. શ્રાવક વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણ પર્યત એવા જીની હિંસા કરવાનો ત્યાગ કરે છે. તે પૂર્વોક્ત ધાર્મિક પુરૂષ મરણ સમય પ્રાપ્ત થાય ત્યારે અયુને ત્યાગ કરે છે. અને પિતે પ્રાપ્ત કરેલ પુણ્ય કર્મના ફળથી સદ્ગતિમાં જાય છે. તેઓ પ્રાણ ધારણ કરવાથી પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. વિક્રિયા કરવાને કારણે મહાકાય પણ કહેવાય છે. અને ચિર સ્થિતિ વાળા પણ કહેવાય છે. અર્થાત તેઓ લાંબા સમય સુધી દેવોક માં નિવાસ કરે છે. અને શ્રાવક તેઓને દંડ દેતા નથી. આવી સ્થિતિમાં આ કહેવું ન્યાય સંગત નથી, કે ત્રસ જીવે ને અભાવ થઈ જવાથી શ્રાવકની પ્રતિજ્ઞા નિર્વિષય છે. આ પ્રમાણે ગૌતમસ્વામી એ ઉત્તર કહ્યો છે.
ભગવાન શ્રી ગૌતમસ્વામી એ ફરીથી કહ્યું કે-આ સંસારમાં કઈ કઈ એવા મનુષ્ય પણ હોય છે, કે જેઓ અપ ઈચ્છાવાળા અર્થાત્ પરિમિત રાજ્ય વિભવ, ધન ધાન્ય પરિવાર દ્વિપદ ચતુષ્પદ વિગેરેની ઈચ્છા કરે છે. અલ્પ આરંભ સમારંભ કરવાવાળા અર્થાત્ કૃષિ-ખેતી વિગેરે કર્મ કરીને પૃથ્વીકાય વિગેરે જીનું ઉપમર્દન કરવાવાળા હોય છે. અલ્પ પરિગ્રહી–પરિમિત ધન ધાન્ય વિગેરેને સ્વીકાર કરવાવાળા, ધર્મપૂર્વક આચરણ કરવાવાળા, ધર્મના અનુગામી, ધર્મના પ્રેમી, તથા ધાર્મિકપણાથી પ્રખ્યાત હોય છે. તેઓ ધર્મનેજ પિતાનું ઈષ્ટ સમજે છે. ધર્મ કરીને પ્રસન્ન થાય છે. યોગ્ય બને છે. તેઓ સાધુ સમીપે સ્થૂલ પ્રાણાતિપાતને ત્યાગ કરે છે. પરંતુ સૂમ પ્રાણાતિપાતથી નિવૃત્ત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૨