________________
થતા નથી, એ જ કારણે સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન રશૂલ મિથુન અને
સ્થૂલ પરિગ્રહથી નિવૃત્ત થાય છે. પરંતુ સૂમમૃષાવાદ સૂક્ષ્મ અદત્તાદાન સૂફમ મૈથન અને સૂક્ષમ પરિગ્રહથી નિવૃત્ત થતા નથી, અર્થાત્ હિંસા વિગેરે આસ્સવદ્વારેને એક દેશથી ત્યાગ કરી દે છે. અને એકદેશથી ત્યાગ કરતા નથી. એવા જેની હિંસાથી શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી જીવતાં સુધી નિવૃત્ત રહે છે. તે મનુષ્યો પિતાના આયુષ્યને ત્યાગ કરે છે, અને પિતે પ્રાપ્ત કરેલા કર્મ પ્રમાણે સદ્ગતિ (સ્વગ) પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. તેમ કહેવું ન્યાયસંગત નથી. - ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે-આ જગતમાં એવા પણ ઘણુ મનુષ્ય હોય છે, જેમાં કેઈ અરણ્ય એટલે કે જંગલમાં નિવાસ કરનારા અર્થાત તાપસ હોય છે. કેઈ આવસથક-કુટિર વિગેરે સ્થાનમાં નિવાસકરે છે. તેઓ ગ્રામમાં–ગામમાં નિમંત્રિત થઈ ને પિતાની આજીવિકા ચલાવે છે. કઈ ગ્રહ, નક્ષત્ર વિગેરે રહસ્ય વિદ્યાઓ દ્વારા જીવન નિર્ગમન કરે છે. શ્રાવક, વ્રત ગ્રહણ કરવાના સમયથી મરણપર્યંત તેઓની હિંસાને ત્યાગ કરે છે. તે મનુષ્ય અધિક સંયમી હોતા નથી. પ્રાણી ભૂત જીવ અને સત્વની હિંસા થી નિવૃત્ત થતા નથી તેઓ પોતાના મત પ્રમાણે કલ્પના કરીને સાચું ખોટું બોલે છે. જેમ કે-હું મારવાને ગ્ય નથી પરંતુ બીજા જીવો મારવાને યેગ્ય છે. આવા પ્રકારના જીવ આયુષ્ય સમાપ્ત થાય ત્યારે મૃત્યુને પ્રાપ્ત કરીને કઈ અસુર નિકાયમાં કિલ્બિષિક દેવપણાથી ઉત્પન્ન થાય છે. ફરીથી ત્યાંથી આવીને બકરાની જેમ ગુંગા અને તામસી થાય છે. અર્થાત અસુરનિકાયનું આયુષ્ય ભોગવ્યા પછી અધમયોનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે. તેથી જ ત્રસ જીવને ન મારવાનું શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય નથી.
ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ફરીથી કહયું કે–આલેકમાં કઈ કઈ પ્રાણું લાંબા આયુષ્યવાળા હોય છે. જેઓના સંબંધમાં શ્રમ પાસક વ્રત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૩