________________
વખતે અમે ત્રણ કરણ અને ત્રણ વેગથી સંપૂર્ણ પ્રાણાતિપાત અને સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીશું. અમારે માટે કંઈ કરવું નહીં અને કંઈ કરાવવું નહીં. એવું પણ પ્રત્યાખ્યાન કરીશું આ પ્રમાણે કહીને તેઓ શ્રાવકપણાનું પાલન કરતા થકા અંતસમયે સંથાર કરીને મૃત્યુને પ્રાપ્ત કરે છે તે તેમના સંબંધમાં શું કહેવાનું છે ?
નિગ્રન્થાએ ઉત્તર આપતાં કહ્યું કે–તમેએ સારી રીતે કાળ કર્યો તેમ કહેવું જોઈએ. તેઓ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરસ્થિતિક પણ કહેવાય છે. તેમની હિંસાથી શ્રમણોપાસક નિવૃત્ત રહે છે. તેથી જ શ્રમણોપાસકના વ્રતને નિવિષયક કહેવું તે ન્યાય સંગત નથી.
ભગવાન ગૌતમસ્વામીએ ફરીથી કહ્યું-આ સંસારમાં એવા પણ મનુ હોય છે કે-જે એ રાજ્યવૈભવ પરિવાર વિગેરેની અત્યંત અધિક ઈચ્છાવાળા હોય છે. પંચેનિદ્રયના વધુ વિગેરેનો મહાન આરંભ કરે છે, મહાપરિગ્રહવાળા, અપરિમિત ધન, ધાન્ય, દ્વિપદ મકાને, ખેતરે વિગેરે પરિગ્રહવાળા હોય છે. અધાર્મિક અર્થાત્ શ્રતચારિત્ર ધર્મથી રહિત હોય છે. યાવતુ ઘણીજ કઠણાઈથી પ્રસન્ન થવાવાળા હોય છે. અહીંયાં યાવત્ શબ્દથી આ પ્રમાણેના બીજા વિશેષણે પણ સમજી લેવા. અધર્માનુગ-યુતચારિત્ર ધર્મનું અનુસરણ ન કરવાવાળા અધર્મસેવી–સ્ત્રી વિગેરે માટે ષજીવનિકાયની હિંસા કરવાવાળા, અધમિષ્ઠ–અત્યંત અધમી અધર્મની વાત કહેવાવાળા, અને અધર્મને જ દેખવાવાળા, અધર્મજીવી–પાપથી જીવન યાપન કરવાવાળા, અધર્મરંજન પાપ કરીને જ પ્રસન્ન થવાવાળા, અધર્મ શીલ સમુદાચાર–પાપમય આચરણ કરીને પ્રસન્ન થવાવાળા, તથા પાપથી જ આજીવિકા કરવાવાળા, યાવત્ સમસ્ત પરિગ્રહથી જીવનપર્યત નિવૃત્ત ન થવાવાળા, અહીંયાં યાવત્ શબ્દથી પ્રાણાતિપાત મૃષાવાદ, અદત્તાદાન, અને મૈથુનનું ગ્રહણ કરેલ છે. અર્થાત્ બધા જ પ્રકારની હિંસા, અસત્ય, ચોરી અને મૈથુનથી જીવનપર્યત નિવૃત્ત ન થવાવાળા હોય છે.
શ્રમણોપાસક એવા પ્રાણિની હિંસા કરવાના વ્રત ગ્રહણથી લઈને મરણપર્યંત ત્યાગ કરે છે. એ પૂર્વોક્ત પુરૂષ મરણ સમયે આયુને ત્યાગ કરે છે અને પિતા પોતાના કર્મ પ્રમાણે દુર્ગતિ (નરક)માં જાય છે. તે અધા. મિક પુરૂ પ્રાણી પણ કહેવાય છે. ત્રસ પણ કહેવાય છે. તથા મહાકાય
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૩૧