________________
શ્રાવકનું પ્રત્યાખ્યાન સર્વ પ્રાણી વિષયક બની જાય છે. શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય છે. આમ કહેવું તે ન્યાયયુક્ત લાગતું નથી. શબ્દાર્થ આ પ્રમાણે છે
ભગવાન શ્રી ગૌતમસ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ સાથે આ પ્રમાણે કહ્યુંહ આયુષ્યન ઉદક ! અમારે કહેવાની જરૂર જ રહેતી નથી. મારા સિદ્ધાંત પ્રમાણે આ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી. આપના સિદ્ધાંત પ્રમાણે પણ એમ જ પર્યાય પરિવર્તન છે. જેમાં સર્વભૂત, પ્રાણી, જીવ, અને સત્વના વિષયમાં શ્રાવકના ડિસાના ત્યાગને સંભવ છે હું ક્યા કારણથી આ પ્રમાણે કહું છું ? કેમકે ત્રસ પ્રાણ પણ સ્થાવરપણાથી ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવર જીવ પણ ત્રપણાથી ઉત્પન્ન થાય છે. ત્રસકાયથી છૂટિને બધા જ જીવે સ્થાવરકાયમાં ઉત્પન્ન થઈ જાય છે. અને સ્થાવરકાયને ત્યાગ કરીને બધા જ જીવે ત્રસ કાયમાં ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે બધા જ જીવે ત્રસકાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે સ્થાન શ્રાવકને માટે અહિંસા એગ્ય થઈ જાય છે, તે ત્રસ છ પ્રાણ ધારણ કરવાથી પ્રાણ કહેવાય છે, ત્રસ નામકર્મને ઉદય થવાથી ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાકાય અને ચિરસ્થિતિક વિગેરે પણ કહેવાય છે. એક લાખ જન જેટલા મોટા શરીરની વિક્રિયા કરવાથી તેઓને મહાકાય કહેવામાં આવે છે. તેત્રીસ સાગરોપમ સુધીનું આયુષ્ય હોવાથી મહાસ્થિતિક કહેવાય છે. આ રીતે આવા પ્રાણી ઘણા જ છે. જેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સફળ થાય છે. તે સમયે તેઓ પ્રાણી જ હોતા નથી, કે જેના સંબંધમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થતું નથી. આ રીતે તે શ્રમણોપાસક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત અને નિવૃત્ત થાય છે. તેથી જ આપનું કે બીજાઓનું આ કથન ન્યાયયુક્ત નથી કે એ એક પણ પર્યાય નથી, કે જેના સંબંધમાં શ્રમણે પાસકનું પ્રત્યાખ્યાન સફળ બની શકે. - શ્રી ગૌતમ સ્વામીને વાદ પૂર્વક આ ઉત્તર સાંભળીને ઉદક પઢાલપુત્ર આ વિષયમાં પ્રતિબંધવાળા થઈ ગયા. ૧૦
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૪