________________
ગૌતમસ્વામીકા દષ્ટાન્ત સહિત વિશેષ ઉપદેશ
“માનં ર નં ૩g ઈત્યાદિ
ટીકાઈ–ભગવાન શ્રી ગૌતમ સ્વામીએ ઉદક પઢાલપુત્રને કહ્યું કે હું નિને પૂછું છું કે-હે આયુષ્મન ઉદક વિગેરે નિગ્રંથ અણગારો ! આ લેકમાં
એવા પણ મનુષ્યો હોય છે, જેઓ એ ત્યાગ કરે છે કે-જે આ મુંડિત થઈને ગૃહનો ત્યાગ કરીને અનગારદશાને પ્રાપ્ત થઈ ગયા છે. તેમની હું જીવતા સુધી હિંસા કરીશ નહી અને જે ઘરમાં નિવાસ કરે છે, અર્થાત્ ગૃહસ્થ છે, તેમની હિંસાને હું જીવતા સુધી ત્યાગ કરતા નથી, આ પરિસ્થિતિમાં કોઈ સાધુ ચાર, પાંચ, છ, અથવા દશ વર્ષ સુધી અથવા તેથી ઓછાવત્તા સમય સધી સાધુ અવસ્થામાં દેશમાં વિચરણ કરીને તે ઉદક પેઢાલપુત્ર! હું પૂછું છું કે-ગૃહસ્થ બની જાય છે કે નહીં?
નિગ્રંથ કહે છે- હા કેટલાક ફરીથી ગૃહસ્થ બની જાય છે. શ્રી ગૌતમ સ્વામી કહે છે કે જેઓ સાધુપણાને ત્યાગ કરીને ગૃહસ્થ બની ગયા છે તે ગૃહસ્થની હિંસા કરવાવાળા તે પૂર્વોક્ત પ્રત્યાખ્યાન કરવાવાળાના પ્રત્યાખ્યાનનો ભંગ થઇ જાય છે શું ?
નિર્ચન્થ અણગાર કહે છે કે ના જેણે ગૃહસ્થને મારવાનું પ્રત્યાખ્યાન કર્યું નથી, તે પુરૂષ જે સાધુપણું છેડીને ગૃહસ્થ બનેલા પુરૂષને મારે છે, તે તેના પ્રત્યાખ્યાનને ભંગ થતો નથી. તેણે તે સાધુને જ ન મારવાનું પ્રત્યાખ્યાન કર્યું છે. પરંતુ આ પુરૂષ હવે સાધુ રહેલ નથી, પરંતુ ગૃહસ્થ છે, તેથી જ તે ગૃહસ્થને મારવાથી સાધુને ન મારવાની પ્રતિજ્ઞાન ભંગ થતો નથી.
ગૌતમસ્વામીએ કહ્યું–આ જ પ્રમાણે શ્રમણોપાસકે ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કર્યો છે, અને સ્થાવર જીવોની હિંસાને ત્યાગ કર્યો નથી, તેથી તે જે સ્થાવર જીવોની હિંસા કરે છે, તે તેના પ્રત્યાખ્યાનને ભંગ થતું નથી કેમકે તે જીવ આ વખતે ત્રસ શરીરમાં નથી, પણ સ્થાવર શરીરમાં રહેલ છે, જે નિગ્રન્થ સાધુઓ ! એમ જ સમજવું જોઇએ.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૨૫