________________
યની વિરાધના કરતા થકા ભજન કરાવે છે તે નરકમાં જાય છે. તેની દેવ ગતિમાં ઉત્પત્તિ તે કેવી રીતે થઈ શકે ?
જે એક પણ શિલ વિનાના બ્રાહ્મણને ભોજન કરાવવાથી નરકની પ્રાપ્તિ થાય છે, તે બે હજાર બ્રાહ્મણને ભેજન કરાવવાથી નરક પ્રાપ્તિ થાય તે તે સ્વતઃ સિદ્ધ છે. તે કહેવાની જરૂર જ નથી. તેથી જ આવા પ્રકારથી સ્વર્ગ પામવાની ઈચ્છા આપોઆપ નીચે પાડવા વાળી જ છે. ૪પા
કુરો વિ મંમિ’ ઈત્યાદિ
શબ્દાર્થ–સુવો વિ-દિધા શપ’ સાંખ્ય અને જૈન બને “ધર્માધિ-ઘ સમુચિ-મુસ્થિતી સારી રીતે પ્રવૃત્ત છે. “–તથા’.તથા “g -દમણે ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં ‘ગાયારો-ગાવાશી આચારવાનું પુરુષ જ આપણા બન્નેના દર્શનમાં વાળી ગુણ-જ્ઞાની ૩૪.' જ્ઞાની કહેવાય છે. તમારા અને અમારા મતમાં “ઉપરા –સંપરચે પરલેકના સંબંધમાં પણ “- વિવોડતિ’ વધારે મતભેદ નથી. કદા
અન્વયાર્થ—આપણે બને એટલે કે સાંખ્ય અને જન ધર્મમાં પ્રવૃત્ત છિએ તથા ધર્મમાં સમ્યક્ પ્રકારથી સ્થિત છિએ, ભૂતવર્તમાન તેમજ ભવિષ્યકાળમાં આચાર શીલ પુરૂષ જ અમારા બન્નેના દર્શનમાં જ્ઞાની કહેલ છે. તમારા અને અમારા મતમાં પરલેક સંબંધમાં પણ વિશેષ ભેદ નથી, ૪દા
ટીકાર્થ-આદ્રકકુમાર જ્યારે બ્રાહ્મણોને પરાજય કરીને આગળ વધ્યા તે માર્ગમાં એક દંડી મળી ગયા. તેણે આવીને આદ્રક મુનિને કહ્યું કેઆક! તમે અને અમે બને ધર્મમાં સરખી રીતે વર્તવાવાળા છીએ. અને આપણે બને ધર્મમાં સ્થિત છીએ. આ બ્રાહ્મણે તે હિંસક છે. પણ આપણે બને સમાન ધર્મવાળા છીએ. અમે ભૂત, વર્તમાન, અને ભવિષ્ય આ ત્રણે કાળમાં ધર્મમાં જ વર્તવા વાળા છીએ આપણે બનેના સિદ્ધાંતમાં આચાર વાળો પુરૂષ જ જ્ઞાની કહેવાય છે. જે આચાર વિનાને છે, તે જ્ઞાની થઈ શકતું નથી. અમારા અને તમારા મનમાં સંસાર અને પરલોકના સબંધમાં પણ કોઈ વધારે મત ભેદ નથી. આ રીતે હું તમારા સમાન જ છું. મારા મતને સાંભળે. તે આ પ્રમાણે છે. સત્વ ગુણ, રજો ગુણ, અને તમોગુણની સમાન અવસ્થા પ્રકૃતિ કહેવાય છે. પ્રકૃતિથી મહત્ તત્વ (બુદ્ધિ) ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી અહંકાર અને અહંકારથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. અને અગિયાર ઈન્દ્રિયે પણ ઉત્પન્ન થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૨૦૩