________________
વિલક્ષણ પ્રકારના લક્ષણે વાળું છે, જેનારના મનને આનંદ આપનારૂં છે. અત્યંત સુંદર છે. આવા સુંદર કમળને તે વાવમાં તે પાંચમાં પુરૂષે જોયું, તે સાથે તેણે તે પૂર્વોક્ત ચારે પુરૂષોને પણ જોયા, કે જે તે કમળને લાવવા માટે જાણે કે-મરવાને માટે તે વાવના કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશ છે. તેઓ કિનારાને ત્યાગ કરીને વાવમાં પ્રવેશવા છતાં તે કમળ સુધી પહોંચી શક્યા નથી. પિતે ધારેલા કાર્યમાં સફળ થયા નથી. તેઓ નથી અહિના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. અને પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે, તથા દુઃખને અનુભવ કરી રહ્યા છે.
આ તમામને જોઈને તે ભિક્ષુએ આ પ્રમાણે વિચાર્યું અહા! આ ચારે પુરૂષે ખેદને જાણનારા નથી. અકુશળ છે. અપંડિત છે. અણસમજું છે. બુદ્ધિશાળી નથી. અજ્ઞાની છે. માર્ગસ્થ નથી. માર્ગવેત્તા નથી. માગની ગતિ અને પરાક્રમ જાણતા નથી; કેમકે સત્પરૂ દ્વારા આચરેલ માર્ગને જાણ્યા વિના જ તેઓ આ પુષ્કરિણમાં પ્રવેશ્યલા છે. તેઓ સમજે છે કે-અમે પ્રધાન કમળને વાવમાથી કહાડી લઈશું. પરંતુ તેઓને પરિશ્રમ વ્યર્થ થયે છે. આ કમળ એમ બહાર કહાડી શકાતું નથી. કે જેમ એ લેકે માને છે. હું સંસાર સાગરથી પાર પામવાની ઈચ્છા વાળ, રાગદ્વેષ વિનાને લેવાથી રૂક્ષ યાવત માર્ગની ગતિ અને પરાક્રમને જાણનાર ભિક્ષુ છું. હું આ ઉત્તમ કમલને ગ્રહણ કરીશ. એમ નિશ્ચય કરીને અહિયાં આવ્યો છું.
આ પ્રમાણે કહીને કઈ દિશા અને કઈ દેશથી આવેલ અને વાવના કિનારે ઉભે રહેલ તે ભિક્ષુ તે પુષ્કરિણી-વાવમાં પ્રવેશ્યા વિના કિનારા પર ઉભા રહીને તે પંડિત વિર્યથી યુક્ત, ઉત્તમ ભિક્ષુ આ પ્રમાણે શબ્દ કરે છે. – પદ્વવર પુંડરીક ઉપર આવી જા.
ભિક્ષુના આ શબ્દોથી તે કમળ તકાળ તે પુષ્કરિણ-વાવને ત્યાગ કરીને તેના ચરણમાં કિનારા પર આવી ગયું.
આ દષ્ટાન્ત કહેવામાં આવેલ છે. તેના રાષ્ટ્રન્તિકની ચેજના હવે પછી કહેવામાં આવશે. જો
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩