________________
છોકરાએ બાર આંટા વીંટવાથી તેઓ ત્યાર પછી બાર વર્ષ સુધી ઘેર રહ્યા. તે પછી દીક્ષા ધારણ કરી લીધી. સૂત્ર અને તેના અર્થમાં કુશળ થઈને તેઓ એકલા જ વિહાર કરતા કરતાં રાજગૃહ નગર તરફ ગયા.
આકકુમારના પિતાએ પહેલાં જે પાંચસે પુરૂષોને તેમની રક્ષા કરવા માટે નીમેલા હતા તેઓ આદ્રકકુમારના નાશી જવાના કારણે રાજાના ડરથી ભાગી છૂટયા હતા અને જંગલમાં રહી ચોર્યવૃત્તિ કરીને પિતાને નિર્વાહ કરતા હતા. તે લેકોની આદ્રક મુનિ, પર નજર પડી. તેઓએ તેમને ઓળખી લીધા. તેઓ જ્યારે તેમને પકડલા લાગ્યા તે આદ્રક મુનિએ પૂછયું કે અરે ! આ અનાર્ય કર્મ શા માટે કરે છે? ત્યારે તેઓએ રાજભય વિગેરે સઘળું વૃત્તાંત તેમને કહી સંભળાવ્યું. તે પછી આદ્રકના વચનેથી તેઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ આવ્યું. અને તેઓ બધા જ દીક્ષિત થઈ ગયા. રાજગૃહ નગરમાં પ્રવેશ કરતી વખતે હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદ વિવાદમાં હરાવ્યા.
રસ્તામાં એક રાજાએ સેના સહિત પડાવ નાખેલ હતું. તે રાજાને હાથી થાંભલા સાથે બાંધેલ હતું. મુનીને જોઈને તે બંધનથી છૂટિ ગયે. ત્યારે તે રાજાએ તેમને પૂછયું કે-હે આદ્રક મુનિ ! તમને દેખતાં જ આ હાથી બંધનથી કેવી રીતે છૂટિ ગ? મુનીએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે-૧ર સુવાવ વાળવામાં ' ઇત્યાદિ.
ભૌતિક બંધનથી બંધાયેલા હાથીનું બંધન તૂટી જવુ તેમાં શું મોટી વાત છે? કર્માવલીના તાંતણાઓથી બાંધેલા આ મારા બંધને તૂટવા એજ મને તે કઠણ જણાય છે. પરંતુ જ્યારે મારા બંધને છિન્ન ભિન્ન થઈ ગયા. તે પછી આ હાથીના બંધને છિન્નભિન્ન થઈ જાય તેમાં આશ્ચર્ય જેવું શું છે?
આદ્રકકુમારની કથા સમાપ્ત
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૫