________________
આ તરફ તે કન્યાને વરવા માટે અનેક કુમારો આવવા લાગ્યા. કન્યાએ કહ્યું કે-પિતાજી! આ બધા પોત પોતાને સ્થાને ચાલ્યા જાય. હું તે આદ્રક કુમારને વરી ચૂકી છું. કે જેનું ધન આપે સ્વીકારેલ છે. અર્થાત્ ગ્રહેણ કર્યું છે,
શેઠે કહ્યું–તને તે કેવી રીતે માલુમ પડ્યું ? કન્યા-જ્ઞાન દશનના બળથી.
તે પછી શેઠની તે કન્યાએ દાનશાળા ખલી, તે દાનશાળામાં રહીને શિક્ષકને દાન આપ્યા કરતી હતી. બાર વર્ષ વીત્યા પછી હોનહાર (થવા કાળના બળથી) પ્રમાણે આદ્રક મુનિ વિચરતા વિચરતા ત્યાં જ આવી પહોંચ્યા. તેના ચરણોના ચિન્હને જોઈને તે કન્યાએ તેને ઓળખી લીધા, તે પિતાના કુટુંબની સાથે તેની પાછળ પાછળ ગઈ, આદ્રકકુમાર પણ દેના વચનને સ્મરણ કરતા કરતા કર્મોદયને વશ થઈને તથા વ્રતને ભંગ કરીને તેની સાથે ભેગ ભેગવવા લાગ્યા, અને તેનાથી તેમને એક પુત્ર પણ થયું. તે પછી આદ્રકે કહ્યું કે તમારે નિર્વાહ કરવાવાળા આ પુત્ર થઈ ગયો છે, હવે હું મારૂં સંયમ પાલનનું કાર્ય કરું. ત્યારે કામમં. જરીએ પિતાના પુત્રને સમજાવવા માટે સૂતર કાંતવાનો આરંભ કર્યો. તે દેખીને તેના પુત્રે કહ્યું કે-હે મા તે આ શું શરૂ કરેલ છે?
માતા–તમારા પિતા દીક્ષા અંગીકાર કરશે, અને તું હજી નાને છે. તેથી ધન કમાઈ શકીશ નહી. તે મારૂ પિષણ અને રક્ષણ કેણ કરશે ? તેથી સૂતર કાંતીને જ મારી આજીવિકા ચલાવીશ.
છેક–-હે મા. હું મારા પિતાને બાંધીને અત્રે જ રાખીશ.
તે પછી વિચાર કરતાં તે બાલકને તે સમયે જ એક યુક્તિ (સમાજ) સુજી આવી તેણે માતાએ કાંતેલ સૂતર લઈને ખાટલા પર સૂતેલા પિતાને વીંટાળી દીધું. તેના પિતાએ વિચાર કર્યો કે આ છોકરો જેટલા આંટા વરાળશે. એટલા વર્ષો સુધી હું ઘેર રહીશ.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૪