________________
સ્નેહ રાખવાની ઈચ્છા રાખે છે. આમ વિચારીને તેણે આદ્રકકુમાર માટે સવિધિ સામાયિકનું પુસ્તક, દેરા સહિત મુખવસ્ત્રિકા-મુહપત્તી, પૂજની અને રજોહરણ તથા સામાયિકને એગ્ય આસન વિગેરે મકથા, અને તેને એકાન્તમાં જવાનું કહી મોકલાવ્યું સેવકે આદ્રકપુર પહોંચીને અભયકુમારનો સંદેશો કહીને તેણે આદ્રક કુમારને તે ભેટ આપી. આદ્રકુમારે તે ભેટ એકાન્તમાં જોઈ તો તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. અને તેથી ધર્મમાં પ્રતિબુદ્ધ થયા.
આદ્રક કુમારને હવે સંયમ ધારણ કરવાની પ્રબળ ઈચ્છા થઈ ગઈ તે જોઈને તેના પિતા વિચાર કરવા લાગ્યા કે આ કયાંક ભાગી જશે, તે યાઈ ભાગી ન જાય એટલા માટે રાજાએ તેની દેખરેખ માટે પાંચસો દ્ધાઓની નીમણુક કરી. અર્થાત તેના રક્ષણ માટે પાંચસે દ્ધા રાખ્યા તે પણ આદ્રકકુમાર અશ્વ શાળામાં જઈને અને ત્યાંથી એક ઉત્તમ ઘોડા લઈને નાશી ગયા.
- જ્યારે તે દીક્ષા ધારણ કરવા લાગ્યા ત્યારે દેવોએ તેને દીક્ષા ન લેવા સૂચન કર્યું અર્થાત્ રોકવા પ્રયત્ન કર્યો અને કહ્યું કેહ મિત્ર! તમારે ભેગવવાનું કામ હજી બાકી છે, તેથી તમે દીક્ષા ન લે, પરંતુ વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાને લીધે તેણે દિક્ષા લઈ લીધી.
એકવાર આદ્રકમુનિ વસન્તપુર નગરના રણ્યક ઉદ્યાનમાં ભિક્ષુની પ્રતિમાને સ્વીકાર કરીને કાર્યોત્સર્ગમાં સ્થિત હતા. પ્રતિમામાં સ્થિત રહેલા મુનિને જોઈને પિતાની સરખી ઉમ્મરવાળી સાહેલીની સાથે કીડા કરી રહેલી શેઠની પુત્રી કામમંજરીએ કહ્યું કે આ તે મારો પતિ છે, આ પ્રમાણે કહેતાં જ દેવે સાડાબાર કરોડ સેના મહાન વષદ વરસાવ્યું. તે સેનાને રાજા લેવા લાગ્યા, તેથી દેવે રાજાને શેકીને કહ્યું કે આ સોનું આ બાલિકાનું જ છે. ત્યારે તે બાલિકાના પિતાએ તે સેનું લઈ લીધું. અનુકૂળ ઉપસર્ગ સમજીને આદ્રકમુનિ ત્યાંથી બીજે ચાલ્યા ગયા.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૩