________________
પહેલા અને બીજા પુરૂષનું વર્ણન કરીને હવે ત્રીજા પુરૂષનું વર્ણન કરવામાં આવે છે–સાવરે તે પુરઝાઈ” ઈત્યાદિ
ટીકાઈ—કઈ એક અજ્ઞાત નામ નેત્રવાળે પુરૂષ પશ્ચિમ દિશાએથી તે વાવની નજીક આવ્યો કે જેમાં બે પુરૂષો કાદવમાં ફસાઈ ચુકયા હતા. તે પુરૂષ તે વાવના પશ્ચિમ કિનારે ઉભો રહીને તે એક ઉત્તમ પુંડરીક-કમળને જુવે છે. કે જે કમળ અનુકમથી-ઉસ્થિત–અર્થાત્ વિશેષ પ્રકારની રચનાથી યુક્ત યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત્ પ્રશસ્ત વખાણવા લાયક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પ્રાસાદીય દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે.
તે ત્રીજો પુરૂષ તે વાવમાં બે પુરૂષને જુવે છે. કે જેઓ કિનારાથી અલગ થઈ ગયેલા છે, અને પાવર પુંડરીક-કમળ સુધી પહોંચી શકયા નથી. તેઓ નથી અહિંના રહ્યા કે નથી ત્યાંના રહ્યા, યાવત્ તેઓ કાદવમાં ફસાઈ ગયા છે. તે બને પુરૂષને જોઈને તે ત્રીજો પુરૂષ આ પ્રમાણે વિચારે છે. અડે ! આ બને પુરૂ પરિશ્રમ સંબંધી જ્ઞાનથી રહિત છે, અકુશળ છે, વિવેક વિનાના છે, અવ્યક્ત-સમજણ વિનાના છે, મેધાવી-બુદ્ધિશાળી નથી, બાળકની જેમ ઉતાવળ કરવાથી વસ્તુ-સ્થિતિની સમજણ વિનાના છે, સહુરૂષના માર્ગમાં સ્થિર નથી માર્ગની સમજણ વિનાના છે. અર્થાત્ માર્ગને જાણતા નથી, તે કારણથી તેઓ એવું માને છે કે અમે આ ઉત્તમ કમળને ઉપાડીને લઈ જઈશું. પરંતુ આ ઉત્તમ કમળ એ રીતે સહેલાઈથી ઉખાડીને લાવી શકાતું નથી. જેમ આ બન્ને પુરૂષ માને છે, કે આ કમળને ઉખાડવું સહેલું છે, તેથી તેઓ એવું માને છે કે-અમે આ કમળને ઉખાડીને લઈ આવીશું. પરંતુ આ કમળ એ રીતે ઉખાડીને લાવી શકાય તેમ નથી, કે જેમ આ બન્ને માને છે. આ પુરૂષે આ કમળને ઉખાડવાનું સહેલું સમજીને પ્રવૃત્ત થયા છે. પરંતુ તે સહેલું નથી. અત્યંત કષ્ટ સાધ્ય દુઃખથી પ્રાપ્ત કરાય તેવું છે. હું આ કમળને ઉખાડીને લાવવાનો કિમિ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
- ૧૦