________________
ટીકાર્થ-તીર્થકર ભગવાન દ્વારા બતાવેલ અને ઉપદેશેલ સ્થાનમાં પિતાના આત્માને ધારણ કરતા થકા સાધુ મોક્ષની પ્રાપ્તિ થતા સુધી સંય. મનું પાલન કરે. અર્થાત્ આ અધ્યયનમાં પ્રરૂપણ કરેલ જીતવચનને સાંભળીને તે પ્રમાણે આચરણ કરતા થકા તેમાં પિતાને સ્થિર કરતા થકા સાધુ મેક્ષ માટે પ્રયત્નવાનું રહે અર્થાત્ જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું પાલન કરે
સુધમ સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે–હે જ ખૂ! મેં ભગવાન પાસેથી જે પ્રમાણે સાંભળ્યું છે, એ જ પ્રમાણે તમને કહું છું ૩૩ાા જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્ચ બધિની વ્યાખ્યાનું બીજા ભૃતધનું પાંચમું અધ્યયન સમાપ્ત પાર-પા
આÁક કુમાર કે ચરિત વર્ણનાત્મક છઠે અધ્યયનકા નિરૂપણ
છઠ્ઠા અધ્યયનને પ્રારંભ
આક કુમારની કથા– ધન અને ધાન્યથી ભરેલા મગધ દેશમાં વસતપુર નામનું નગર હતું ત્યાં હંમેશાં સામાયિક વ્રતનું આચરણ કરવાવાળા, સામાયિક નામના ગૃહસ્થ રહેતા હતા, તેમને દર યુક્ત મુખવસ્ત્રિકા-મુહપત્તી–પુંજની, આસન, વિગેરે સામાયિકના ઉપકરણે ઘણા પ્રિય હતા, તેઓ દરરોજ બન્ને સમયે સામાયિક કરતાં હતા, તેમને બધો પરિવાર સામાયિકમાં પ્રેમવાળો હતો. તે સંસારની અસારતાને સમજીને સંસારથી વિરક્ત થઈને પિતાની પત્નીની સાથે “સમન્ત ભદ્રાચાર્ય' નામના આચાર્યની પાસે દીક્ષિત થયા. સંયમની આરાધના કરતા થકા તે સાધુઓની સાથે વિહાર કરવા લાગ્યા, તેમની પત્ની સાથ્વીની સાથે વિહાર કરવા લાગી. તે એકવાર પિતાની સાથ્વી
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૬૧