________________
નથિ goળા રે વા' ઈત્યાદિ
શબ્દાર્થ-0િ પુણે વ પ વાં-નાશિત પુષ્ય વા પાપ વા' પુણ્ય નથી, અથવા પાપ પણ નથી “જે સનં નિવે-નૈવ સંશાં નિવેશ આ પ્રમાણે બુદ્ધિથી વિચારવું તે બરોબર નથી પરંતુ “અસ્થિ પુom a gવે વા-ગણિત પુષ્ય વા વા પુણ્ય અને પાપ છે. પૂર્વ જિં નિવેસ-વં તંજ્ઞ નિવેરા' એ પ્રમાણેની બુદ્ધિ ધારણ કરવી યોગ્ય છે. ૧૬
અન્વયાર્થ–પુણ્ય નથી. અને પાપ પણ નથી. એ રીતની બુદ્ધિ ધારણ કરવા યોગ્ય નથી. પરંતુ પુણ્ય છે અને પાપ પણ છે. એવી બુદ્ધિ ધારણ કરવી જોઈએ. ૧૬
ટીકાથ––શુભ પ્રકૃતિ બતાવવામાં આવે છે. જેનાથી આ પુણ્યાત્મા છે, એ પ્રમાણેને વ્યવહાર થાય છે, તે પુણ્ય છે અને જે અશુભ કિયાથી ઉત્પન્ન થયેલ હોય અને અધોગતિનું કારણ હોય તે પાપ કહેવાય છે. આનાથી નરક નિગોદ વિગેરે દુર્ગતિ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય અને પાપ નથી, આવા પ્રકારની બુદ્ધિ રાખવી ન જોઈએ. પરંતુ પુણ્ય છે, અને પાપ પણ છે, એ પ્રમાણે બુદ્ધિ રાખવી જોઈએ
કઈ કઈ અન્ય મતવાળા પુણ્યનું અસ્તિત્વ સ્વીકારતા નથી, તેઓ કહે છે કે-જ્યારે પાપ ઓછું થાય છે ત્યારે સુખની પ્રાપ્તિ થાય છે. અને
જ્યારે પાપ અધિક પ્રમાણમાં હોય ત્યારે દુઃખ પ્રાપ્ત થાય છે, આ રીતે એક પાપને જ સ્વીકાર કરવાથી સુખ અને દુઃખની વ્યવસ્થા બરોબર ઘટી જાય છે.
કોઈ કોઈ પુણ્ય અને પાપ બનેના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. તેઓ સ્વભાવથી જ જગતના સુખ દુઃખ સંબંધી વ્યવસ્થાને સ્વીકાર કરે છે.
પરંતુ શાસ્ત્રકાર આ સઘળા ભાત-ભમાવવાવાળા મતોનું નિરાકરણ કરતાં કહે છે કે–પુણ્ય અને પાય નથી, એવી સમજણ રાખવી ન જોઈએ. પરંતુ બનેનું અસ્તિત્વ સમજવું જોઈએ પુણ્ય અને પાપને પરસ્પરમાં સંબધ છે. એકના સદ્દભાવમાં બન્નેના સદ્દભાવને સ્વીકાર અવશ્ય કરે જ પડે છે.
જે જગતની વ્યવસ્થા સ્વભાવના આધાર પર સ્વીકારવામાં આવે, તે સઘળી ક્રિયાઓ નિરર્થક બની જશે. તેથી જ પુણ્ય અને પાપની સ્થિતિ જરૂરી છે. જન શાસ્ત્રમાં પુણ્ય અને પાપનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે, શુભ કમ પુણ્ય કહેવાય છે, અને અશુભ કર્મ પાપ કહેવાય છે. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાનનું કથન છે. તેથી જ એજ નિશ્ચિત રૂપે બુદ્ધિથી વિચારવું જોઈએ કે-પુણ્ય અને પાપ છે, એવું સમજવું ન જોઈએ કે પુણ્ય અને પાપનું અસ્તિત્વ નથી. ૧૬
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૪૬