________________
આવી સ્થિતિમાં અમૂર્ત આત્માને સંબંધ મૂર્ત એવા કર્મપુદ્ગલેની સાથે કેવી રીતે થઈ શકે? અમૂર્ત આકાશને લેપ કોઈ પણ મૂર્ત પદાર્થની સાથે થઈ શકતું નથી. આ પ્રમાણે થતું જોવામાં આવ્યું નથી તેમજ સાંભળવામાં પણ આવેલ નથી. કહ્યું પણ છે કે વર્ષારવાડ્યાં જિં ચોકન ઈત્યાદિ
વસંદ થવાથી આકાશ ભીનું થતું નથી અને તડકે પડવાથી તે તપતું પણ નથી, તેના પર વસાદ કે તડકાનો કંઈજ પ્રભાવ હેતું નથી. કેમકે– વષાદ અને તડકે મૂત છે. અને આકાશ અમૂર્ત છે. હા ચામડા પર તેને પ્રભાવ જરૂર પડે છે. કેમકે ચામડું સવયં મૂર્ત છે.
આ પ્રમાણે જ્યારે અમૂર્ત હેવાના કારણે આત્મા બદ્ધ જ થતું નથી, તે પછી મોક્ષની વાત જ કયાંથી થઈ શકે? બંધને નાશ થવે તે મોક્ષ કહેવાય છે. બધના અભાવમાં મેક્ષિને સંભવ જ રહેતું નથી.
આ મત બરાબર નથી. જોકે જ્ઞાન અમૂર્ત છે, તે પણ મદિરા-મધદારુ તથા બ્રાહ્મી નામની વનસ્પતિ દ્વારા તેને ઉપકાર અથવા અપકાર થાય જ છે. એ જ પ્રમાણે કર્મ પુદ્ગલેની સાથે જે આત્માનો સંબંધ હોય તે તેમાં કંઈ જ બાધ નથી. આ સિવાય સંસારી આત્મા અનાદિકાળથી તેજસ અને કામણ શરીરોની સાથે બદ્ધ હોવાથી કથંચિત્ મૂર્ત જ છે અર્થાત્ પિતાના મૂળભૂત શુદ્ધ સ્વભાવની અપેક્ષાથી આત્મા અમૂર્ત છે. જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપમય છે. તે પણ તૈજસ અને કામણ શરીરની સાથે સંબંધ હોવાથી મૂર્ત પણ છે. આ અપેક્ષાથી કર્મ પુદ્ગલેની સાથે આત્માને બંધ થે નિબંધ-બાધ-દોષ વગરને છે. અને જયારે બંધ થાય છે, તે તેને અભાવ પણ સંભવે છે. તેથી જ બંધ અને મોક્ષ નથી. આવા પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરીને એવી જ બુદ્ધિ ધારણ કરવી જોઈએ કે-બન્ધ પણ છે અને મોક્ષ પણ છે. કુતર્ક અને દાગ્રહ કરીને શાસ્ત્ર સંગત સમજણને છોડી દેવી તે ચગ્ય નથી, ૧પ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૪૫