________________
આ પ્રમાણે પોતે પોતાનો નિશ્ચય કરીને તે કમળને લાવવા માટે પુષ્કરિણી વાવમાં પ્રવેશ કરે છેપરંતુ જેમ જેમ તે આગળ વધે છે, તેમ તેમ વધારે પાણી અને વધારે કાદવનો સામનો કરે પડે છે, તે કિનારાથી પતિત થઈ જાય છે; અને કમળના પુપ સુધી પહેચી શકતું નથી. ન અહિનો રહ્યો અને ન ત્યાનો કીનારાથી પણ ગયે અને કમળથી પણ ગયો. વાવની મધ્યમાં જ અત્યંત કાદવ (ઉંડા કાદવ) માં ફસાઈ જાય છે, અને દુઃખને અનુભવ કરે છે. જેના
છે આ પહેલા પુરૂષની કહેવત થઈ
બીજા પુરૂષનું વૃત્તાંત “મહાવરે હોવે પુરતના” ઈત્યાદિ
ટીકાર્થ—અહિયાં “અથ’ શબ્દ બીજા પુરૂષના વૃત્તાતને સૂચક છે. પહેલે પુરૂષ કાદવમાં ફસાયા પછી બીજે પુરૂષ દક્ષિણ દિશામાંથી એ વાવની નજીક આવે છે. તે પુરૂષ એ વાવના દક્ષિણ દિશાના કિનારા પર ઉભે રહીને પહેલા વર્ણન કરેલ એ પ્રધાન પુંડરીક-કમળને જુવે છે. તે કમળ પિતાની વિલક્ષણ રચનાથી વ્યવસ્થિત છે. જેનારના ચિત્તને પ્રસન્ન કરવા વાળું યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં “થાવત’ શબ્દથી દર્શનીય, અને અભિરૂપ એ બે વિરોષણે સમજી લેવા.
તે બીજે પુરૂષ ત્યાં એક પુરૂષને જુવે છે, કે જે કિનારેથી નીકળી ચૂકેલ છે, અર્થાત્ કિનારાથી પતિત થઈ ચૂક્યો છે, અને તે પ્રધાન કમળ સુધી પહોંચી શકી નથી. અર્થાત્ નથી અહિંને રહ્યો કે નથી તહીંને રહ્યો. પરંતુ વાવની વચમાં કાદવમાં ફસાઈ ગયો છે. ત્યારે દક્ષિણ દિશાએથી આવેલે પુરૂષ કમળને લાવવા માટે વાવમાં પ્રવેશેલા તે પુરૂષને આ પ્રમાણે કહે છે. -
અહે! આ પુરૂષ ખેદ કે પરિશ્રમ-થાકને સમજ નથી, વિવેક બુદ્ધિ વગરને છે. તત્વ કે અતત્વના જ્ઞાન વગરનો છે. કાર્ય કરવામાં કુશળ નથી. આની બુદ્ધિ પરિપકવ થયેલ નથી, અજ્ઞાની છે, તેથી તે માર્ગશ્ય–અર્થાત માર્ગ પ્રમાણે ચાલનારે નથી, એટલે કે પુરૂએ આચરેલ માર્ગનું તેણે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪