________________
આનંદ આપનાર ગંધવાળું, સારા સ્વાદ યુક્ત રસવાળું, અને મને હર સ્પર્શ વાળું હોય છે. તે જોનારના ચિત્તને પ્રસન્નતા આપનાર યાવત્ પ્રતિરૂપ છે. અર્થાત દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે સંપૂર્ણ પુષ્કરિણીમાં ઘણા કમળ-પદ્યવરપુંડરીકો આવેલા છે. તે અનુક્રમથી ઉંચા ઉઠેલા કાદ વથી ઉપર નીકળેલા મનને ગમનાર રૂચિર યાવત્ પ્રતિરૂપ છે, અર્થાત પૂર્વોક્ત સઘળા ગુણેથી યુક્ત હોય છે, તે પુષ્કરિણી-વાવની વચ્ચે વચ્ચે એક વિશાળ પદ્વવર પુંડરીક કહેલ છે, તે પણ અનુક્રમથી ઉંચે ઉઠેલ યાવત્ પ્રતિ રૂપ છે. અર્થાત્ પૂર્વોક્ત તમામ વિશેષણોથી યુક્ત છે. ૧
‘પુણે ઈત્યાદિ
ટીકાર્ય–કેઈ અજ્ઞાત નામવાળે અને અજ્ઞાત દેશવાળ પુરૂષ પૂર્વદિશાથી તે જળ, કીચડ, અને કમળ વાળી, પુષ્કરિણી-વાવની નજીક આવે. તે પુષ્કરિણીના કિનારે ઉભું રહીને તે એ ઉત્તમ શ્રેષ્ઠ એવા પુંડરીક-કમબેને જુવે છે–આ કમળ સઘળા કમળથી અત્યંત સુંદર અને વિલક્ષણ છે. આ અનુકમથી ઉઠેલ છે. અર્થાત્ જે જે સ્થાન પર જેવા જેવા અવયવોને સન્નિવેશ થવાને ગ્ય હોય, ત્યાં એજ પ્રમાણે સન્નિવેશ-રચના થવાને કારણે અત્યંત સુંદર રચનાથી યુક્ત છે. આ કાદવથી ઉપર આવેલ છે. થાવત્ પ્રતિરૂપ છે. પ્રશસ્ત વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ વિગેરેથી યુક્ત હોવાને કારણે મનહર છે,
આ પ્રમાણે જોયા પછી પૂર્વ દિશાથી આવેલ તે પુરૂષ એવું કહે છે કે - હું માર્ગમાં થયેલા પરિશ્રમને જાણું છું. હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર-ત્યાગ કરવામાં કુશળ છું. વિવેક બુદ્ધિવાળો છું પ્રૌઢ અને પરિપકવ છું. બુદ્ધિશાળી છું. પુરૂષો દ્વારા આચરવામાં આવેલ માગને જાણ વાવાળે છું. જે માર્ગ પર ચાલતે થકે જીવ પોતાની ઈચ્છા પ્રમાણેના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તે માર્ગને હું જાણનારો છું. અથવા જે પ્રમાણે જળમાં તરીને જળની મધ્યમાં રહેલ વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે છે, તેને હું સમજું છું હું પુરૂષ છું. મર્દ છું. હું આ શ્રેષ્ઠ કમળને ઉખાડીને લઈ આવીશ અને મારું બનાવીશ.
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪