________________
કેમકે એક જ દેશ અને એક જ કાળમાં ઉપલબ્ધ-પ્રાપ્ત થાય છે. અને બધા જ પુલ પરમાણુઓથી બનાવેલ છે. તેથી જ આના ભેદ અને અભે. દના સંબંધમાં એકાન્ત વચન કહેવા ન જોઈએ. “પશ્વથ વીરિયં સ્થિ– સર્વત્ર વારિત’ બધે જ વીર્ય છે. અર્થાત્ સઘળા પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ રહેલી છે. અથવા “સદા વરિએ નડિય-સર્વત્ર થી નારિત' બધે શક્તિ વિઘમનિ નથી. એ રીતથી એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ. ૧ના
અન્વયાર્થ-જે આ દેખવામાં આવનારૂં ઔદ્યારિક શરીર છે, આહારક શરીર છે, કાર્મણ શરીર છે, અને ચ શબ્દથી વૈકિય અને તૈજસ શરીર છે, આ પચે શરીરે એકા તતઃ જુદા નથી. કેમકે એક જ દેશ અને કાળમાં પ્રાપ્ત થાય છે. અને બધા જ પુદ્ગલ પરમાણુઓથી નિર્મિત છે. તેથી જ તેના ભેદ અને અભેદના સંબંધમાં એકાન્ત વચન કહેવા ન જોઈએ. બધે જ વીર્ય છે. અથવા બધા જ પદાર્થોમાં દરેક પદાર્થની શક્તિ વિદ્યમાન છે. અથવા વિદ્યમાન નથી. એવું એકાત વચન પણ કહેવું ન જોઈએ ૧૦
ટીકાઈ- આ જે ઔદારિક શરીર છે, આહારક શરીર છે, કાર્મણશરીર છે. આ બધા એક જ છે. એ પ્રમાણે એકાન્ત વચન કહેવું ન જોઈએ અને આ પરસ્પર ભિન્ન જ છે, એ પ્રમાણેના એકાન્ત વચન પણ કહેવા ન જોઈએ.
આઠમી ગાથામાં આહારના સંબંધમાં અનાચારનું વર્ણન કરવામાં આવ્યું હતું, અને આ ગાથામાં આહાર ગ્રહણ કરવાવાળાના શરીરના સંબં. ધમાં અનાચારનું વર્ણન કરવામાં આવેલ છે.
શરીર પીચ પ્રકારના હોય છે. જેમકે–ઔદારિક શરીર (1) વૈક્રિય શરીર (૨) આહારક શરીર (૩) તૈજસ શરીર (૪) અને કાશ્મણ શરીર (૫) આ પાંચે શરીર એક રૂપ જ છે, એ પ્રમાણે એકાત (નિશ્ચિત) વચન કહેવું ન જોઈએ. કેમકે તેમના કારણોમાં ભેદ હોવાથી ભિન્ન પણ છે. ઔદારિક
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૯