________________
સ્થાનોથી અનાચાર સમજ જોઇએ. અર્થાત્ એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બે પક્ષ પૈકી કોઈ એક પક્ષને સ્વીકાર કરવો તે અનાચાર છે. આ સર્વજ્ઞના આગમથી બહાર છે મારા
ટીકાર્થ સૂત્રકાર પિતે બતાવે છે કે–એકાન્ત નિત્ય અને એકાત અનિત્ય પક્ષમાં વ્યવહાર થઈ શકતો નથી સઘળી વસ્તુઓ એકાન્તતઃ ! નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. આ બન્ને પક્ષે માંથી કોઈ પણ પક્ષથી લૌકિક અથવા કેત્તર આલેક સંબંધી અથવા પરક સંબંધી પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વ્યવહાર થતો નથી. તેથી જ આ બન્ને એકાત પક્ષો દ્વારા અનાચાર સમજવું જોઈએ. અર્થાત આ બન્ને એકાત પક્ષ જીનાગમથી બહાર છે. આ બન્નેથી જૂદા કથંચિત્ નિત્ય કથંચિત અનિત્ય પક્ષ જ સ્વીકાર કરવાને યોગ્ય છે. દરેક વસ્તુ સામાન્ય અર્થાત્ દ્રવ્ય, અંશથી હંમેશાં વિદ્યમાન રહે છે. તેથી જ તે નિત્ય છે. પરંતુ તેના વિશેષ અર્થાત્ પર્યાય અંશ ક્ષણ ક્ષણમાં બદલાતા રહે છે. તે નવીન અને જૂના થતા રહે છે. તેથી જ અનિત્ય પણ છે. કહ્યું પણ છે–પરમૌઢિ સુવર્ષોથી ઈત્યાદિ
ઘટ, મુગુટ, અને સેનાની ઈચ્છાવાળા નાશ, ઉત્પાદ અને પ્રવપણું પર્યામાં કમથી શોક, પ્રમોદ–આનંદ અને મધ્યસ્થ ભાવને પ્રાપ્ત થાય છે. તેથી જ સિદ્ધ થાય છે. કે-દરેક વસ્તુ ઉત્પાદ, વિનાશ અને ધ્રૌવ્યથી યુક્ત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કલ્પના કરે કે-એક રાજાને એક પ્રિય પુત્રી છે, અને એક ગુણિયલ પુત્ર છે; પુત્રીને સેનાનો ઘડો છે, રાજાએ તે સોનાના ઘડાને સોની પાસે ગળાવીને કુમાર માટે તેને મુગુટ બનાવશે. આ સ્થિતિમાં ઘડાને ભાંગીને (ઘટ રૂપથી મટાડીને) મુકુટ બનાવવાથી તે છોકરીને દુઃખ થાય છે. કેમકે–તેની પ્રિય વસ્તુનો નાશ થાય છે. અને છોકરો ખુશી થાય છે, કેમકે તેને પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય છે. તથા સ્વયં રાજા મધ્યસ્થતટસ્થ રહે છે. કેમકે તેની દૃષ્ટિમાં તેનું સેનારૂપેથી કાયમ જ છે. તેને નાશ થય નથી, તથા ઉત્પત્તિ પણ થઈ નથી. આ પ્રમાણે દરેક વસ્તુ વિનાશ ઉત્પત્તિ અને સ્થિતિના સ્વભાવ વાળી જ છે. જે વસ્તુ ત્રણે રૂપવાળી ન હોત, તે આ ત્રણે વ્યક્તિના મનમાં ત્રણ પ્રકારની ભાવનાઓ અને તેનાથી થવાવાળા શાક, આનંદ અને માધ્યસ્થતટસ્થ પણું કેમ થાત? આથી સ્પષ્ટ થાય છે કે દરેક વસ્તુ કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. સૂ૦૩
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૩૩