________________
થાય છે. આનાથી જે એ ઉલ્ટા છે. અર્થાત અમનરક છે, તથા સમજી વિચારીને પાપમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરતા નથી. તે પાપકર્મને બંધ કરતા નથી.
હવે શાસ્ત્રકાર તેનું સમાધાન કરે છે.–આવી રીતે વિવાદ ઉપસ્થિત થાય ત્યારે તીર્થંકરના અભિપ્રાયને જાણવાવાળા આચાર્ય પ્રશ્ન કરવાવાળાને ઉદેશીને હવે પછી કહેવામાં આવનારે ઉત્તર આપે. અહિયાં જવાની' અર્થાત્ ઉત્તર આપ્યા. આ ભૂતકાળ સંબંધી ક્રિયાના પ્રયોગથી એ સૂચવેલ છે કે ઉત્તર રૂપ વાક્ય દ્વારા પ્રતિપાદન કરવામાં આવેલ અર્થ અનાદિ છે. તીર્થકર ભગવાને પૂર્વકાળમાં એજ પ્રમાણેને નિર્ણય કરેલ છે.
આચાર્ય કહે છે. –મેં પહેલાં જે કહેલ છે. તે બરોબર છે. પહેલાં શું કહેલ છે? તે હવે બતાવે છે–પાપયુક્ત મન ન હોવાથી તથા પાપ યુક્ત વચન અને કાય ન હોવાથી પ્રાણીને ઘાત ન કરવાવાળા, અમનસ્ક, (મન વિનાના) મન, વચન, અને કાય સંબંધી વિચાર વિનાના અને અસ્પષ્ટ જ્ઞાનવાળા, જીવને પણ પાપકર્મ હોય છે કહેવાને આશય એ છે કે-હે પ્રશ્ન કરવાવાળા ! મેં પહેલાં જે કહેલ છે, કે-પૂર્વોક્ત પ્રકારના જીને પણ કર્મબંધ થાય છે, તે સત્ય જ છે. અસત્ય નથી. અર્થાત પાપમય મન, વચન અને કાય ન હોવા છતાં પણ અને મન, વચન તથા કાય સંબંધી વિચાર ન હોવા છતાં પણ પાપ થાય છે. પ્રશ્ન કરનાર ફરીથી પ્રશ્ન કરે છે કે-આપે જે કહ્યું છે, તેમાં હેતું શું છે?
આચાર્ય કહે છે કે–ભગવાને છ જવનિકાને કર્મબંધનું કારણ કહેલ છે. તે જીવનિકા-પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીની છે. આ છે જવનિકાયના જીવોની હિંસાથી ઉત્પન્ન થવાવાળા પાપને જે પ્રણિયે રોકયા નથી, અર્થાત્ વર્તમાનકાળમાં સ્થિતિ અને અનુભાગને હાસ કરીને નાશ કરેલ નથી, તથા પ્રત્યાખ્યાન કરેલ નથી. અર્થાત પહેલાં કરેલા પાપની નિંદા કરીને તથા ભવિષ્યમાં ફરીથી તેવા પાપ ન કરવાનો સંકલ્પ ન કરીને પાપને તપસ્યા વિગેરે દ્વારા હટાવ્યા નથી, તથા ભવિષ્યકાળ સંબંધી પાપનું પ્રત્યા
ખ્યાન કર્યું નથી, પરંતુ જે હંમેશાં કઠેર ચિત્તવાળા થઈને પ્રાણિને મારવામાં લાગ્યા રહે છે. જે પ્રાણાતિપાતથી લઈને પરિગ્રહ સુધીના ક્રોધથી લઈને મિથ્યા દર્શન શલ્ય સુધીના પાપથી નિવૃત્ત થતા નથી. તેને જરૂર
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૩