________________
પાપકર્મને બંધ થાય છે. આ સત્ય પ્રત્યક્ષ સિદ્ધ છે. તેથી જ અમારૂં કથન અસત્ય નથી. આજ સિદ્ધાન્તને જાણનારાઓને સિદ્ધાંત છે.
આચાર્ય શ્રી ફરીથી કહે છે– આ વિષયમાં તીર્થંકર ભગવાને વધકનું દુષ્ટાન્ત કહેલ છે. તે આ પ્રમાણે છે –કઈ હિંસક પુરૂષ કઈ ગાથાપતિને કે ગાથા પતિના પુત્રને, રજાને અથવા રાજપુરૂષને વધ કરવાની ઈચ્છા કરે છે, અને તે વિચાર કરે છે કે-લાગ જોઈને હું આના ઘરમાં પ્રવેશ કરીશ અને લાગ જોઈને આને વધ કરીશ. આ પ્રમાણે મનમાં વિચાર કરતે થકે તે પુરૂષ ગાથાપતિ, ગાથા પતિ પુત્ર, રાજા અથવા રાજપુરૂષના ઘરમાં અવસર મેળવીને પ્રવેશ કરવા માટે વિચારે છે. અને રાત દિવસ, સૂતાં અને જાગતાં હંમેશાં તેને દુશ્મન બનીને તેનાથી પ્રતિકૂળ રહે છે. તે તેને હિંસક કહેવાય છે કે નહીં? તાત્પર્ય એ છે કે-જે પુરૂષ રાતદિવસ સૂતાં અને જાગતાં ગાથાપતિ વિગેરેના ઘાતમાં તત્પર રહે છે, ભલે પછી તે ઘાત કરી ન શકો. હોય, તે પણ તેને હિંસક કહેવાય કે નહીં ?
આચાર્ય દષ્ટાન્તને સંભળાવીને અને વસ્ત સ્વરૂપને નિશ્ચય કરીને પ્રશ્ન કરનારને કહે છે કે-હા એ પુરૂષ તેને ઘાતક જ છે. શત્રુ જ છે. જો કે લાગ ન મળવાથી તે ઘાત કરી શક નથી, તે પણ હંમેશા તેના ઘાત વિચાર કરતા રહેવાથી તે તેને ઘાતક જ છે. મિત્ર નહી !
પ્રશ્ન કરનાર દ્વારા આ પ્રમાણે સ્વીકાર કરી લેવાથી આચાર્ય કહે છે કે જેમ હિંસક વિચાર કરે છે કે-હું ગાથાપતિ, ગાથાપતિને પત્ર, રાજા અથવા રાજપુરૂષના ઘરમાં અવસર મળતાં પ્રવેશ કરીશ અને લાગ જોઈને તેને વધ કરીશ. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરતે થકે તે રાત દિવસ સૂતાં અને જાગતાં તેનો શત્ર બની રહે છે, અને તેની હિંસા માટે સંલગ્નચિત્ત રહે છે. તેથી તે તેને વધક જ છે. એ જ પ્રમાણે અજ્ઞાની પ્રાણ પણ સઘળા પ્રાણુ, ભૂતે જ સના રાતદિવસ અમિત્ર શત્રુ જ બન્યા રહે છે. તે અસત્ય બુદ્ધિથી યુક્ત છે. તેના પ્રત્યે શઠતાથી યુક્ત હિંસાને ભાવ રાખે છે, તે પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શવ્યમાં સ્થિત રહે છે. એ જ કારણે ભગવાન તીર્થંકરે કહ્યું છે કેએવા બાલ અર્થાત્ અજ્ઞાની પુરૂષ અસંયત છે અર્થાત્ વર્તમાનકાળ સંબંધી પાપના અનુષ્ઠાનથી યુક્ત છે, અવિરત છે. અર્થાત્ વિરતિ ભાવથી રહિત છે. તેણે પોતાના પાપને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યા નથી. અર્થાત ભૂતકાળના પાપને પ્રાયશ્ચિત્ત દ્વારા નાશ કરેલ નથી. અને ભવિષ્યકાળ સંબંધી પાપનું પ્રત્યાખ્યાન કરેલ નથી તે સાવદ્ય કિયાથી યુક્ત છે, સંવર ભાવ વિનાના છે. અને એકાન્ત દંડ છે, અર્થાત્ હમેશાં હિંસા વિગેરે કૃત્યોથી યુક્ત રહે છે. તે એકાત અજ્ઞાની એકાન્ત સુપ્ત અર્થાત્ મિશ્યાભાવને પ્રાપ્ત કરે છે. જેમ સૂતેલે પુરૂષ કોઈ શુભ વ્યાપાર કરતા નથી, એજ પ્રમાણે
શ્રી સૂત્ર કુતાંગ સૂત્ર: ૪
૧૨૪