________________
તત્વ વોચ ઈત્યાદિ
ટકાથ–પ્રશ્ન કર્તા પ્રજ્ઞાપક આચાર્યને કહે છે કે– હે પૂજ્ય આચાર્ય ! જેઓનું મન પાપયુક્ત હેતું નથી. જેમની વાણું પાપમય નથી અને જેમની કાયા પાપયુક્ત નથી, જે પ્રાણીને ઘાત કરતા નથી. જેનું મન, વચન, અને કાય હિંસાના વિચાર વિનાનું છે, જે પાપ કરવાનું સ્વમ પણ દેખતા નથી. અર્થાત્ જેમાં જ્ઞાનની થેડી અવ્યક્ત માત્રા છે. એવા પ્રાણુ પાપકર્મથી બંધાતા નથી. અર્થાત્ જેનું મન, વચન, અને કાયા પાપ વિનાના છે, અને જે જીવહિંસા કરતા નથી. એ પુરૂષ કોઈ પણ પ્રકારના પાપકર્મને બંધક થતું નથી.
કયા કારણથી તેને પાપ થતું નથી ? આ વિષયમાં પ્રશ્ન કરનાર એવું કહે છે કે જ્યારે મન પાપમય થાય છે, ત્યારે જ તેના દ્વારા પાપકર્મ સંપાદન કરાય છે. જ્યારે વચન પાપ યુક્ત હોય છે, ત્યારે તેના દ્વારા પાપને બંધ થાય છે. જ્યારે પાપના કારણ રૂપ કાર્ય–શરીર હોય ત્યારે જ કાયાથી થનારા પાપકર્મને બંધ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપયુક્ત મન, વચન, અને કાર્યો દ્વારા પાપકમ થવાનો સંભવ છે. એજ વાત સ્પષ્ટ રીતે હવે કહે છે.-જે પ્રાણિ હિંસા કરે છે, હિંસાવાળા મનના વ્યાપાર-પ્રવૃત્તિથી યુક્ત હોય છે, જે જાણ બૂજીને મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ કરે છે. અને જે સ્પષ્ટ જ્ઞાનથી યુક્ત છે, એવા વિશેષપણવાળે જીવ જ પાપ કર્મ કરે છે. જેમાં પાપના ઉપર કહેલા કારણે નથી. તેને પાપકર્મને બંધ થઈ શકતું નથી. કેમકે એ પહેલાં જ નિર્ણય કરવામાં આવેલ છે. કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી.
પ્રશ્ન કરનાર ફરીથી કહે છે કે જેઓ એવું કહે છે કેપાપ વિનાના મનથી પાપ વિનાના વચનથી પાપ વિનાના શરીરથી હિંસા ન કરનારાઓને પાપ રહિત મનવાળાને, વિચાર વિનાના મન વચન કાય અને વાકયવાળાને તથા અસ્પષ્ટ જ્ઞાનવાળાને પણ પાપકર્મ થાય છે. એ બરાબર નથી. પ્રશ્ન કરનારાને ભાવ એ છે કે-જે સમનક છે, એટલે કે સમજી વિચારીને મન, વચન અને કાયની પ્રવૃત્તિ કરે છે. હિંસા કરે છે, તેને જ પાપકર્મને બંધ
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૧૨૨