________________
ઘેડા થડા સમય સુધી પિત પિતાના હાથથી પકડે, સાડસીનું સહાયપણું લેવું નહીં. અશ્ચિનું સ્તંભન પણ ન કરવું. અર્થાત્ તે અથિી પિતાના સાધર્મિકોનું વૈવાવૃત્ય કરો પરંતુ સરળ અને ક્ષારાધક બનીને કપટ ન કરતાં હાથ ફેલાવો અર્થાત્ હાથ ધરે.
આ પ્રમાણે કહીને તે પુરૂષ તે ધર્મના આદિ કરવાવાળા પરવાદિયાના હાથમાં તે અગ્નિના અંગારાથી પરિપૂર્ણ ભરેલા પાત્રોને સાંડસીથી પકડીને રાખવા લાગ્યા. ત્યારે તે ધર્મના આદિ કરવાવાળા અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા, યાવત અનેક પ્રકારના નિશ્ચયવાળા પરવાદિયે પિતાના હાથે કેચીને. લઈ લે છે. અર્થાત તે પાત્રને હાથમાં લેવા માટે તૈયાર થતા નથી, ત્યારે તે પુરૂષ તે ધર્મોની આદિ કરવાવાળા યાવત અનેક પ્રકારના નિશ્ચયવાળા વાદિને આ પ્રમાણે કહ્યું–હે ધર્મના આદિ કરવાવાળા, અનેક પ્રકારની પ્રજ્ઞાવાળા, યાવત્ અનેક પ્રકારને નિશ્ચય કરવાવાળા પરવાદિયે તમે તમારા હાથે કેમ સંકેચી લે છે? આ અગ્નિને હાથમાં કેમ લેતા નથી? ત્યારે તે પ્રાવાકે ઉત્તર આપશે કે-અમારા હાથે બળી જશે. અર્થાત્ હાથ બળવાના ભયથી અમો હાથ સંકેચી રહ્યા છીએ. ત્યારે તે પુરૂષ કહે છે કે હાથ બળી જવાથી શું નુકશાન છે? ત્યારે તેઓ કહેશે કે-દુઃખ થશે. ત્યારે તે પુરૂષ કહે છે કે-જે અગ્નિથી બળવાને કારણે તમને દુઃખને અનુભવ થાય છે, તે દરેક પ્રાણીને પણ એજ હકીકત સમજવી જોઈએ. એજ સૌથી મોટું પ્રમાણ છે. કહ્યું પણ છે કે–
“પ્રત્યાહચાને જ ટાનેર” ઈત્યાદિ પ્રત્યાખ્યાન, દાન, સુખ, દુઃખ, પ્રિય, અને અપ્રિયના સંબંધમાં મનુષ્ય પિતાની જ ઉપમાથી દાખલા ગ્ય નિર્ણય કરી શકે છે.
તે પુરૂષ ફરીથી કહે છે કે--આજ ગ્ય નિર્ણય નિશ્ચય કરવાની તુલા (ત્રાજવા) છે, આજ પ્રમાણ છે. આજ સમવસરણ છે, જેમ વ્યથા–પીડાથી પિતાના મનમાં દુઃખ થાય છે, એ જ પ્રમાણે સઘળા પ્રાણિને દુઃખ થશે. પિતાના અનુભવના પ્રમાણથી ધર્મ આ તથ્ય-સત્યને જાણીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. અહિંસા જ સઘળા ધર્મોમાં મુખ્ય ધર્મ છે. તેને જ શાસ્ત્રકાર દૃષ્ટાન્તથી હવે બતાવે છે,
શ્રી સૂત્ર કુતાંગ સૂત્રઃ ૪
૯૫