________________
અન્વયાર્થ–ભિન્ન ભિન્ન આગમાં તીર્થકોએ જીવ અજીવ વિગેરે પદાર્થોને ઉત્પાદ, વિગેરે ધર્મોથી યુક્ત અથવા દ્રવ્ય પર્યાયાત્મક રૂપમાં યથાર્થ પણાથી કહેલ છે. તેનું કથન સઘળા સંસારના પ્રાણિયેનું હિત કરનાર હોવાથી સત્ય છે. અન્ય નહીં એ જ સુખાખ્યાત ધર્મ છે. તેથી મુનિ સત્યથી અર્થાત્ પ્રાણિ માટે હિતાવહ હોવાના કારણે સંયમથી સમ્પન્ન થઈને પ્રાણિ પર મૈત્રી ભાવ ધારણ કરે. ક્યાંય પણ જીવની વિરાધનાની ભાવના ન કરે છે
ટીકાર્યું–અન્યતીર્થિકેનું અસર્વજ્ઞ પણું અને તીર્થકરનું સર્વપણું જે પ્રમાણે સિદ્ધ થાય છે, તે યુક્તિ પૂર્વક હવે બતાવવામાં આવે છે.
તીર્થકરે જે જે જીવ અથવા અજીવ વિગેરે પદાર્થોને જે પ્રમાણે કહ્યા છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ આ બન્ધના કારણેને સંસારનું કારણ કરેલ છે, સમ્યકજ્ઞાન સમ્યક્દર્શન સમ્યારિત્ર અને સમ્યક્તપને મોક્ષનું સાધન કહેલ છે. કહ્યું પણ છે કે
नाणं च दसणं चेव, चरितं च तवो तहा। एस मग्गत्ति पन्नत्तो, जिणेहिं वरदसिहि ॥
ઉત્તરાધ્યયન સૂ. અ. ૨૮ ગા. ૨ આ સર્વ પૂર્વી પર અવિરૂદ્ધ હેવાથી તથા યુક્તિ અને તર્કથી પુષ્ટ હવાથી વાખ્યાત છે, તીર્થકરે બાર પ્રકારની પરિષદામાં તેનું સુંદર વ્યાખ્યાન કરેલ છે. પરતીર્થિકોએ આ રીતે પૂર્વાપર અવિરૂદ્ધ અને યુક્તિ સંગત કથન કરેલ નથી એથી જ ત્યાં સ્વાખ્યાત પણાનો સંભવ નથી તીર્થકરેએ જીવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૯૧