________________
અને સૂત્રાર્થને ન જાણનારા નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ મૃતચારિત્ર ધર્મને સારી રીતે જાણતા નથી પરંતુ એ જ સાધુ પાછળથી ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ કર્યા પછી તીર્થકરોના આગમમાં પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તે જન શાસ્ત્રના તત્વને જાણનાર બનીને જેમ સૂર્યોદયથી અંધકારના નાશ થયા પછી એના પ્રકાશની માફક જૈનધર્મના તત્વને સારી રીતે જાણી લેનાર બને છે. તેવા
ટીકાર્ય–જેમ અન્ધકારથી વ્યાપ્ત રીતે કોઈ માર્ગ જોઈ શકતા નથી, પરંતુ એ જ દ્રષ્ટા (નાર) પુરૂષ સૂર્યને ઉદય થતાં અંધારાને નાશ થવાથી સઘળી દિશાઓને જોઈ શકે છે. એ જ પ્રમાણે નવ દીક્ષિત શિષ્ય પિતાની શિક્ષાના સમયે અપુષ્ટ ધર્મ વાળ હોય છે. અર્થાત્ તેને શ્રત ચારિત્ર ધર્મનું જ્ઞાન સારી રીતે હેતું નથી. ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે તે અબુદ્ધ હોય છે. પરંતુ તે પછી ગુરૂકુલવાસ, અભ્યાસ વિગેરે જુદા જુદા અનેક ઉપાથી જીન વચનમાં ચતુર થઈ જાય છે. જેમ સૂર્યોદય થવાથી નેત્રથી સઘળા પદાર્થો સ્પષ્ટ દેખાવા લાગે છે, એ જ પ્રમાણે તે પણ જીવાદિ પદાર્થોને હસ્તામલકત જાણવા લાગે છે.
કહેવાને આશય એ છે કે-જેમ ઈન્દ્રિય અને પદાર્થના સંનિકર્ષથી અર્થાત યથાયેગ્ય સંબન્ધથી ઘટ વિગેરે પદાર્થ સ્પષ્ટ અને સાક્ષાત દેખાવા માંડે છે, એ જ પ્રમાણે સર્વજ્ઞ પ્રણીત આગમથી પણ સૂક્ષમ, (પરમાણુ, વિગેરે) વ્યવહિત (દેશથી દૂર સુમેરૂ વિગેરે) અને વિપ્રકૃણ (કાળથી વ્યવહિત રામ અને પદ્મનાભ વિગેરે) પરિફુટ અને અસંદિગ્ધ રૂપમાં પ્રતીત થવા લાગે છે, નેત્રથી તે કઈ કઈ વાર પદાર્થ જે હોય છે તેવો ન દેખાતાં અન્યથા રૂપથી (જૂદા પ્રકારથી) પણ દેખાય છે, જેમકે-રરસી-દેરી સાપના રૂપમાં અને કિશુક (પલાશ ખાખરાના ફૂલે) પૂપિોને સમૂહ અમિના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૧૬૪