________________
સૂવાદ– અંકુર આદિ હરિતકાય પણ છ જ છે. તેઓ જીવની અવસ્થાઓને ધારણ કરે છે. મૂળ, સ્કપ આદિ અવયવેમાં જુદા જુદા રહે છે. જે મનુષ્ય પિતાના સુખને માટે, આહારને માટે કે શરીરના પિષણને માટે તેમનું છેદન કરે છે, તેઓ ધૃષ્ટતાનું અવલંબન લઈને અનેક જીવોના વિરાધક બને છે. પહેલા
ટીકાથ-હરિતકાય પણ જીપ છે એટલે કે સજીવ છે. તેને સજીવ શા કારણે કહેવાય છે તે હવે સમજાવવામાં આવે છે. જેવી રીતે મનુષ્ય આદિ દેહધારી જીવે આહાર કરે છે, એજ પ્રમાણે વનસ્પતિ છે પણ આહાર કરે છે, અને આહારની પ્રાપ્તિ થાય તો જ વૃદ્ધિ પામે છે. જેવી રીતે આહાર ન મળે તે મનુષ્યનું શરીર ક્ષીણ થઈ જાય છે, એજ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ આહારને અભાવે ક્ષીણ થઈ જાય છે. આ પ્રકારે આહારની પ્રાપ્તિ અને અપ્રાપ્તિને લીધે વનસ્પતિના શરીરની વૃદ્ધિ અને હાનિ થતી જોવામાં આવે છે, તેથી સિદ્ધ થાય છે કે વનસ્પતિકાય સજીવ છે વળી વનસ્પતિકાય પણ જીવની વિધિ અવસ્થા ઓ ધારણ કરે છે. કલા (વીર્ય અને શેણિતને સમુદાય શરીરપિંડ બનાવાની અવસ્થા) માંસપેશી, ગર્ભ, પ્રસવ, બાલ્યકાળ, કુમાર, યૌવન અને જરા, આ બધી અવસ્થાઓને જેમ મનુષ્યમાં સદ્ભાવ હોય છે, એજ પ્રમાણે વનસ્પતિમાં પણ જાત (ઉત્પન્ન) અભિનવ (નૂતન) સંજાતરસ, યુવા આદિ અવસ્થાઓને સદૂભાવ હોય છે. ત્યાર બાદ પરિપકવ, શુષ્ક અને મૃત આ અવસ્થામાં પણ આવે છે. આ પ્રકારે મનુયમાં જે જે અવસ્થાઓને સદ્ભાવ છે, તે બધી અવસ્થાઓને વનસ્પતિમાં પણ સદુભાવ હોય છે. તે કારણે વનસ્પતિની સજીવતા સિદ્ધ થાય છે. વન. સ્પતિકાયિક જી વનસ્પતિનાં મૂળ, શાખા, સ્કાય. પત્ર આદિ અવયવોમાં સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત સુધીની સંખ્યામાં આશ્રય લઈને રહેતા હોય છે. એવું માનવું જોઈએ નહીં કે આખા વૃક્ષમાં એક જ જીવ હોય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૬૨