________________
દેવતા સળગાવનાર માણસ બીજા અગ્નિકાય જીવોની તથા પૃથ્વી આદિને આશ્રયે રહેલાં ત્રસ અને સ્થાવર જીવોની પણ મન, વચન અને કાયા વડે વિરાધના કરે છે. અને જે માણસ સળગતા અગ્નિને બુઝાવે છે, તે અગ્નિકાય જીવોની વિરાધના કરે છે. જે માણસ જલ આદિ વડે અગ્નિને બુઝાવે છે, તે માણસ જલાદિને આશ્રય કરીને રહેલા જીવોની પણ વિરાધના કરે છે. આ પ્રકારે અગ્નિને સળગાવનાર અને બુઝાવનાર, અને માણસે છ કાયના જીની વિરાધના કર્તા બને છે. ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“હે ભગવન! એક સાથે બે પુરુષે અગ્નિકાયને આરંભ કરે છે. તેમાંથી એક અગ્નિને પ્રજવલિત કરે છે અને બીજો તેને બુઝાવે છે. હે ભગવન્! આ બન્નેમાંથી ક પુરુષ મહાકર્મનું ઉપાર્જન કરનાર છે અને કયે પુરુષ અપકર્મનું ઉપાર્જન કરનારો છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! જે પુરુષ અગ્નિકાયને પ્રજવલિત કરે છે, તે ઘણા પૃથ્વીકાયિક, અપકાયિક, વાયુકાયિક વનસ્પતિકાયિક અને ત્રસકાયિક જીવને આરંભ કરે છે.” ઈત્યાદિ. આગમનમાં અન્યત્ર પણ એવું કહેવામાં આવ્યુ છે કે-“અગ્નિ જીવોને ઘાત કરનારો છે, તેમાં કોઈ સંશય રાખવા જેવું નથી. અગ્નિને સળગાવવાથી અને ઓલવવાથી ષટુ જવનિકાયના જીવોની વિરાધના થાય છે, તે કારણે મેધાવી (બુદ્ધિશાળી) પુરુષોએ વિચાર કરીને હિંસા ન કરવામાં જ ધર્મ છે, એવું જાણીનેસ્વાર્થને માટે કે પરાર્થને માટે, ત્રણ કરણ અને ત્રણ વેગથી અગ્નિને આરંભ કરવો જોઈએ નહી. એટલે કે જીવની વિરાધના કરવી ન જોઈએ એવું માનનાર પુરુષે અગ્નિ પ્રજ્વલિત કરવા પણ નહી અને ઓલવવા પણ નહીં. તેણે બીજાની પાસે અગ્નિ પ્રજવલિત કરાવવો પણ નહીં અને ઓલવાવરાવવો પણ નહી તથા અગ્નિ પ્રજવલિત કરનાર કે ઓલવનારની અનુમોદના પણ કરવી નહીં દા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૫૯