________________
વંબિઝનં--હૃસેતુ પુ સુઇગા' કરચરણને બાંધીને “સુદ-ત્રુમિવ શત્રુની જેમ હિં- દંડાઓ દ્વારા પરમધામિક “માસમંતિ-સમાગમનતે’ મારે છે. ૧૩
સૂત્રાર્થ–નરકભૂમિમાં એક ઘર્મસ્થાન એટલે કે ઉસ્થાન છે, જે સદા સંપૂર્ણ ઉષ્ણુ જ રહે છે. નિધત્ત નિકાચિત પાપકર્મો કરનારા જીવે ત્યાં જાય છે. તે સ્થાન અત્યંત દુઃખદાયક છે. ત્યાં પરમધામિકે નારકેના હાથ, પગ બાંધીને તેમને શત્રુની જેમ માર મારે છે. ૧૩
ટીકાર્યું–તે નરકભૂમિમાં સદા સંપૂર્ણ રૂપે ઉષ્ણ રહેતું એક ઉણ સ્થાન છે. નિત્ત-નિકાચિત પાપકર્મ કરનારા છ જ ત્યાં નારક રૂપે ઉત્પન્ન થાય છે. તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા નારાને અત્યન્ત દુઃખ સહન કરવું પડે છે. ત્યાં પરમધામિકે નારકેના હાથપગ બાંધીને તેમને દડા આદિ વડે એવા તે મારે છે કે જાણે તેઓ તેમના દુશમને હેય.
તાત્પર્ય એ છે કે નરકભૂમિમાં સર્વદા દેદીપ્યમાન એક સ્થાન છે. તે સ્થાન ખૂબ જ ઉષ્ણ હોય છે. નિધત્ત અને નિકાચિત પાપકર્મો કરનારને તે સ્થાનમાં નારક રૂપે ઉત્પન્ન થવું પડે છે. નારકને ઘેર પીડા પહોંચાડવાને તે સ્થાનનો સ્વભાવ છે. ત્યાં નારકની સાથે પરમધામિકેને વર્તાવ શત્રુના જે હોય છે. તેઓ તેમના હાથપગ બાંધીને તેમના પર દંડા આદિના પ્રહાર કરે છે. ૧૩
બંન્નતિ ઈત્યાદિ
શબ્દાર્થ –“વાહણ-વાજ' વિવેક રહિત નારક જીવના “પુરી-દિન પાછળના ભાગમાં “વળ-વ્યથેન' દંડાથી મારીને “મંતિ-મતિ તેડી દે છે તથા “સોળેfહેં– લેખંડના ઘણથી “રીલંકિનીમ”િ તેમનું મસ્તક પણ “મિતિ-મિતિ” તોડી દે છે, મિહા-મજ જેમના અંગ ચૂતિ કરી દીધેલ છે, એવા “તે સાર તે નારકિ ને “સત્તાહિ ગારહિંસત્તામિrfમ તપેલ આરોના દ્વારા “શia Rછ-છમિત્ત તાર' લાકડાના ટુકડાની જેમ છોલીને પાતળા કરેલ નારકને “ળિયોતિ–નિચોવચ ગરમ સીસુ પીવા માટે પ્રવૃત્ત કરવામાં આવે છે ૧૪
સૂત્રાર્થ–પરમધામિકે લાકડી આદિના પ્રહાર વડે અજ્ઞાન નારકોની પીઠ તોડી નાખે છે અને લેઢાનાં મગદળ વડે તેમનાં મસ્તકના ચૂરે શૂરા કરી નાખે છે, છિન્નભિન્ન શરીરવાળા નારકોનાં શરીરને તેઓ લાકડાના પાટિયાની જેમ છોલીને પાતળા કરે છે અને પીગાળેલા સીસાને ઉષ્ણ રસ તેમને બળજબરીથી પિવરાવવામાં આવે છે. ૧૪મા
ટીકાર્ય–તે નારકની પીઠ પર દંડા મારી મારીને તેને તેડી નાખવામાં આવે છે તથા લોઢાનાં મગદળ, ગદા આદિના પ્રહાર કરી કરીને તેમનાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૯૫