________________
ઈત્યાદિ કોઈ ભાગ ઉપર ચોટ આદિ લાગી જતાં તેને અધઃપાત થઈ જાય છે. જેવી રીતે ઝાડ ઉપરનાં જીણું પાંદડાંને હવાને સાધારણ સ્પર્શ લાગતાં જ તે ખરી પડે છે, ઠીક આવી દશા આ શરીરની થતી રહે છે. મર્મ સ્થાનમાં અને હાથ પગમાં વિશેષ ચોટ લાગવાથી મૃત્યુ થાય છે, એ અનુભવસિદ્ધ વાત છે. આ કારણે એને અસ્થિર કહેવામાં આવે છે. તેને રહેવાની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી તો પણ શાસ્ત્રોમાં ઔદારિક શરીરની સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય રીતિથી પ્રદર્શિત કરેલ છે, પરંતુ એટલી જ સ્થિતિ તેના ઉદયમાં આવશે એવી તે કોઈ નિશ્ચિત વાત નથી. અકાલમાં પણ તેનું પતન થવું અસંભવ નથી, કારણ કે તેને સ્વભાવ ચંચલ જ છે--સ્થિર નથી, એથી આ અપેક્ષાએ આ અનિત્ય છે, પંરતુ દ્રવ્ય-દષ્ટિથી કોઈ પણ વસ્તુને સમુળ નાશ થતો નથી તે પણ પર્યાયદષ્ટિથી પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે, જે વસ્તુ પોતાના સ્વરૂપથી અપ્રયુત અનુત્પન્ન સ્થિર અને અઘન સ્વભાવવાળી હોય છે તેનું નામ નિત્ય છે, આવા પ્રકારની નિત્યતાથી જે રહિત છે તે અનિત્ય છે. આ શરીરમાં એવા પ્રકારની નિત્યતા છે નહિ, કારણ કે તે પૂરણ–ગળનશરીરનું પરિણામ સ્વરૂપ ગર્ભ બાલ્યાવસ્થા અને યૌવન તેમજ વૃદ્ધ અવસ્થા છે. આ રીતે એક જ જન્મમાં જુદી જુદી અનેક અવસ્થા ઉપલબ્ધ આ શરીરના ભિન્ન ભિન્ન રૂપમાં પરિણમે છે જે સમયાનુકૂલ દેખાઈ આવે છે. આ કારણે હે મુનિઓ ! રૂપસબ્ધિ અર્થાત્ ભિદુરાદિસ્વભાવવાળું રૂ૫, શરીરની ઉત્તમ કુળમાં ઉત્પત્તિ, લાભ આદિ પ્રાપ્ત કરવાની સંધિ—અવસરને જુએ. આને અભિપ્રાય એ છે કે શારીરિક મમતાને છોડીને તપ સંયમ આદિનું આરાધન કરી જીવનને સફલ બનાવો સૂ૦ ૨
તૃતીય સૂત્ર કા અવતરણ, તૃતીય સૂત્ર ઔર છાયા |
આ પૂર્વોક્ત વિશેષણોથી વિશિષ્ટ શરીરને સમજવાવાળા મોક્ષાથી જનને જે લાભ થાય છે તેને સૂત્રકાર પ્રગટ કરે છે– “સમુ. ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩