________________
ભાવાર્થ –તે એમ નથી જાણતા કે જેવી રીતે લેહીથી દૂષિત થયેલા વસ્ત્રની શુદ્ધિ લેહીથી બનતી નથી તેવી રીતે પાપકારી વ્યાપાર જે સ્વયં દુઃખરૂપ અને જીવને દુઃખદાયી છે તેને ઉપયોગ કરવાથી દુઃખોનું નિવારણ શી રીતે થઈ શકે, એ ઉપદેશ એને લાગે પણ ક્યાંથી, કારણ કે એ તે અજ્ઞાનથી આધળો જ થઈ રહેલ છે. એનાં ચર્મચક્ષુ ભલે નિર્દોષ છે પરંતુ જેનાથી ભલા-બુરાનો બંધ થાય તે જ્ઞાનચક્ષુઓ ઉપર અજ્ઞાનને પડદો પડે છે.
તમાં વિપરીત આગ્રહનું કારણ જે અવિવેકરૂપ મોહ છે તેનાથી, અથવા રાગ અને દ્વેષથી, અથવા મિથ્યાત્વ-કષાય-વિષયાભિલાષ–સ્વરૂપ મોહનીય કર્મથી તે બાલજીવ માતાના ઉદરમાં સ્થિતિરૂપ ગર્ભાવસ્થા એવં મરણ દશાને પ્રાપ્ત થાય છે. આ સ્થળે અન્તભૂત મોહના ગ્રહણથી તેને આદિ અને મધ્યવર્તી રાગ અને દ્વેષનું પણ ગ્રહણ થયેલ છે. મરણમાં ગૃહીત આદિ પદથી
“ पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि कर्मोपार्जनकरणम् ।
पुनरपि नरकनिगोदनिपातः, पुनरपि जननीजठरे पातः ॥” આ પોક્ત જન્મમરણાદિની પરંપરાનું ગ્રહણ કરેલ છે. અર્થાત–મરણ, પુનઃ ગર્ભમાં આવવું, ફરી જન્મ, ફરી પાપોનું વર્ધન, એથી હિંસાદિક દૂર કર્મોમાં પ્રવર્તન, એથી ફરી કર્મોનું ઉપાર્જન, પછી પુનઃ નરકનિગોદાદિકમાં પતન, આ પ્રકારની જન્મમરણાદિ પરંપરાથી આ બાલ અજ્ઞાની જીવ ક્યારેય છુટકારો મેળવી શકતું નથી. જે રીતે સમુદ્ર આદિ જળાશયોમાં પડેલે પ્રાણી એમાં જ ઉપર આવે છે અને ડુબે છે આ રીતે આ જીવને પણ વારંવાર ગર્ભ, જન્મ અને મરણની પ્રાપ્તિ થતી રહે છે. આ આશયની પુષ્ટિ સૂત્રકારે “સત્ર મોદે પુનઃ પુનઃ” એ સૂત્રાંશ દ્વારા કરી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૬૧