________________
સમાં જોમ મા પમાયણઆ પ્રભુનાં વાક્યાનુસાર પ્રમાદમાં પોતાનું એક પણ ક્ષણ નિરર્થક જવા દેતું નથી. સાવધાન બનીને દરેક ક્રિયાઓ કરે છે. જેથી તેના આયુષ્યને એકેક ક્ષણ પણ સફળ બને, તે જાણે છે કે-આ જીવન ક્ષણ ભંગુર છે તેની સફળતા જેટલી બને તેટલી સત્વર કરી લેવી તે બુદ્ધિમાનનું કામ છે.
પરમાર્થથી અજ્ઞાત એ બાલજીવ ગલક્તનાદિ જેવી ઘાતક ક્રિયાઓ અને અઢાર પ્રકારના પાપસ્થાનકરૂપ પ્રાણાતિપાતાદિકને મન, વચન અને કાયાથી આચરીને પ્રાણાતિપાતાદિજનિત અને કટુકફળોના ઉત્પાદક શારીરિક તેમજ માનસિક દુઃખોથી અથવા દુઃખને દેવાવાળા કર્મોથી અનેક નિયામાં વારંવાર જન્મ-મરણરૂપ પરિભ્રમણ કરતા રહે છે.
ભાવાર્થ—જેને હિત અને અહિતનું કંઈ પણ ભાન નથી એ અજ્ઞાની જીવ ઘાતકી કાર્ય કરવામાં જરા પણ ડરતે નથી. તેને એ વાતને કઈ એ ખ્યાલ નથી આવતું કે આ કાર્યનું અંતિમ પરિણામ કેવું આવશે. તેની માનસિક, વેચિક અને કાયિક પ્રવૃત્તિ ગર્દન કાપવા આદિ અધમ કાર્યો કરવામાં લાલસાયુક્ત બની રહે છે, એથી તે આવા આવા અશુભ કર્મોનું ઉપાર્જન અને વર્ધન કરે છે કે જેનું પરિણામ ભવિષ્યમાં તેને મહાદુઃખદાયી થાય છે. નરક-નિગોદાદિરૂપ અનેક નિયામાં વારંવાર ભ્રમણ કરી તે ત્યાંની અનંત વેદનાઓ સહન કરી પિતાનું અમૂલ્ય જીવનને નાશ કરે છે, અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુઃખોની પ્રાપ્તિ અને એવાં કાર્યોના ફળસ્વરૂપ જ થાય છે.
તે મૂઢ બાલજીવ અનેક નિયામાં દુખપ્રદ કર્મોના કડવા ફળોને અનભિજ્ઞ હોઈ જેનાથી આત્માનું કલ્યાણ થાય છે, જે અનેક દુઃખોને નાશક છે અને સાક્ષાત્ અથવા પરંપરારૂપથી જે આ જીવને મુક્તિમાં લઈ જાય છે એવા સુખ-જનક તે ધર્મને દુઃખરૂપ જાણે છે.
ભાવાર્થ—જે પ્રકારે કમળાના રેગથી દૂષિત દૃષ્ટિવાળા પ્રાણી બીજા શુભ્ર પદાર્થોને પણ પીળારૂપે જુએ છે, એવા પ્રકારે જે જીવ અનાદિ મિથ્યાત્વ કર્મની વાસનાથી ઓતપ્રોત હોય છે તે પ્રાણું પણ સુખદાયી ધર્મને દુઃખદાયી જાણે છે, તે તેના મલિન આત્માને દેષ છે.
અજ્ઞાનથી આંધળો બનેલે તે પ્રાણી દુઃખ આપવાવાળા સાવદ્ય-પાપકારી વ્યાપારોને પિતાનાં દુઃખને દૂર કરવા માટે ઉપયોગ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩