________________
શંકા–સમ્યગ્દષ્ટિ જીવ પણ પોતાની પૂર્વ પર્યાયમાં અનેક ગતિમાં પરિભ્રમણ કરે છે તથા જ્યાં સુધી તેને મુક્તિને લાભ નથી થયે ત્યાં સુધી તેનું જીવન પણ તેવા પ્રકારે અસ્થિર છે ત્યારે અહિં બાલજીવનને જ શા માટે અસ્થિર બતાવ્યું?
સમાધાન–જે કે આ શંકા ઠીક છે છતાં પણ આ સ્થળે જે અજ્ઞાનીના જીવનને અસ્થિર રૂપમાં બતાવેલ છે અને ખાસ મતલબ છે, અને તે એ છે કે અજ્ઞાનીનું જીવન સમકિતના અભાવના કારણે સ્થિર બની શકતું નથી, સમ્યગ્દષ્ટિનું જીવન તો સમકિતના સદ્દભાવના કારણે સ્થિર બની જાય છે. સમકિત થવાથી જે તે અબદ્ધાયુષ્ક છે તે નિયમથી તે વૈમાનિક દેશમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાંથી ચવીને તે મહાવિદેહાદિક ક્ષેત્રમાં જન્મ લઈને મુક્તિનો લાભ પ્રાપ્ત કરે છે. આ પ્રકારે દ્રવ્યની અપેક્ષાથી તેનું જીવન અસ્થિર નથી, બલ્ક સ્થિર જ છે. પરંતુ અજ્ઞાનીનું જીવન આ પ્રકારનું ન હોવાથી ક્ષણિક અસ્થિર છે. અજ્ઞાની નરક-નિગોદાદિકના કડવાં ફળને જાણ નથી, પિતાના ક્ષણે ક્ષણે વ્યતીત થતાં આયુષ્યનું પણ તેને ભાન હોતું નથી. જેમ અસમિકતી જીવ હોય છે તેમ સમકિતી જીવ હોતો નથી. તે તે શાસ્ત્રાદિકના પરિશીલનથી અથવા ગુરૂ આદિન નિમિત્તથી નરક-નિગોદાદિકના દુઃખોને જાણકાર બને છે, અને ક્ષણે ક્ષણે ઘટતા જતા પોતાના આયુષ્યની એકેક ઘડી પણ તે વ્યર્થ જવા દેતો નથી, સમકિતના સદૂભાવથી એની સફળતા કરતે રહે છે. આ સમસ્ત અભિપ્રાયને હૃદયમાં રાખી સૂત્રકારે “પર્વ વારણ કવિ ઝરિયાળો” આ સૂત્રાંશ કહેલ છે. મન્દ આ વિશેષણ “વીસ્ટ અને ઉદ્દેશીને જે લખેલ છે એને મતલબ એ છે કે જ્યારે તે મંદપ્રાણી નરકનિગોદાદિકનાં કડવાં ફળને અથવા તે ક્ષણ ક્ષણમાં ઘટતી જતી પિતાની આયુષ્યને નથી સમજતો તે ફરી તે પિતાના હિત અને અહિતની પ્રાપ્તિ તેમજ પરિહારને જાણકાર કઈ રીતે બની શકે ? આ સ્થળે કોઈ એવી શંકા કરી શકે કે મંદપ્રાણી નરક-નિગેદાદિકને અને પિતાના વ્યતીત થતા જતા આયુષ્યને જાણતા નથી, માટે તે આ પણ નથી સમજી શકો કે મારું હિત અને અહિત શામાં છે? પરંતુ સમ્ય. દૈષ્ટિ જીવ પણ તે એ જ છે, ત્યારે તે હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર કરવામાં સમર્થ કેવી રીતે થાય છે? એવી શંકા કરવી ઠીક નથી, કારણ કે હમણું જ સમજાવવામાં આવ્યું છે કે-સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના અનુશીલનથી અથવા ગુરૂ આદિકના ઉપદેશના નિમિત્તથી નરક-નિગોદાદિનાં રખોને જ્ઞાતા થાય છે અને પોતાના વ્યતીત થતા આયુષ્યને પણ જ્ઞાતા થાય છે. આ માટે તે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૯