________________
સમ્યકત્વ કે પ્રભાવ સે સંસાર કી અસારતા સમઝનેવાલે ભવ્ય જીવ અપને જીવન કો વાયુપ્રકમ્પિત કુશાગ્રસ્થિત જલબિન્દુ કે સમાન સમઝતે હૈ,
ઉસી પ્રકાર વે બાલ જીવોં કે જીવનકો ભી અતિચશ્ચલ સમઝતે હૈ ! બાલજીવ ફૂર કમોં કો કરતે રહતે હૈ, વે ઉનકે દુષ્પરિણામકો નહીં સમઝતે
હૈ ઔર જન્મમરણ કે ચક્કર સે કભી ભી છુટકારા નહીં પાડે છે
મિથ્યાત્વરૂપી જવનિકા (પડદા) ના અભાવથી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વની પ્રભાવથી જેણે સંસારની અસારતા સારી રીતે જાણેલી છે, એવા તે સમ્યગ્દષ્ટિ જીવ અજ્ઞાની પ્રાણીના જીવનને દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુ સમાન માને છે. જે પ્રકારે દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુ અતિ ચંચળ હોય છે, પવનનો જરા સરખો પણ ઝપાટો લાગતાં તે ક્ષણમાત્રમાં જમીન ઉપર ફેંકાઈ જાય છે, તે ત્યાં લાંબા સમય સુધી સ્થિર રહી શકતું નથી, માત્ર થોડા સમય સુધી જ તે ત્યાં ટકે છે. તે જ પ્રકારે અજ્ઞાનીનું જીવન પણ પવનસશ પૂર્વ અને અપર-કાલ સંબંધી કર્મયુગલોથી સદા ચંચળ રહે છે, જ્યારે પવન નના સાધારણ ઝપાટાથી દર્ભની અણી ઉપર પડેલા ઝાકળના બિંદુની જેમ આયુકર્મને અંત આવી જાય છે, અથવા તો કોઈ શસ્ત્રઘાત આદિ નિમિત્ત મળી જાય છે ત્યારે તેને પણ નાશ થતાં વાર લાગતી નથી, આ પણ અસ્થિર અને ક્ષણિક છે. અજ્ઞાનીના જીવનને દર્ભની અણી ઉપર પડેલા ઝાકળબિંદુ સાથે ઉપમા એ માટે આપવામાં આવેલ છે કે જે પ્રકારે એ અતિચંચલ અને અસ્થિર છે એ જ પ્રકારે અજ્ઞાનીનું જીવન ગમે તે સ્થિતિમાં હોય છતાં સ્થિર રહેતું નથી. ક્ષણિકતાનું એકછત્ર રાજ્ય ચારે તરફ વ્યાપક છે, ગમે એ નરકગતિમાં રહે અગર નિગાદમાં રહે, ગમે તે સ્થળે રહે છતાં સ્થિર નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૮