________________
અથવા–“નૈ તોડત્તમૈં હૂ?” એને એ પણ અર્થ થાય છે કે-અપૂર્વકરણથી જેણે રાગદ્વેષરૂપી ગાંઠને ભેદી નાખેલ છે તે અવિરતસમ્યગ્દષ્ટિ જીવ પણ ગુરૂકામસેવી છે, કારણ કે હજુ સુધી તેનામાં કઈ પણ પ્રકારનો સંયમ નથી. આથી આ અવસ્થામાં શિષ્ય ગુરૂદેવથી પ્રશ્ન કરે છે કે –આ સમ્યગ્દષ્ટિ જીવને કર્મના મધ્યમાં સ્થિત માનવે કે, કર્મથી બહાર રહેવાવાળે માનવે જોઈએ ? આ પ્રકારની શિષ્યની આશંકાનું સમાધાન એ પંક્તિઓમાં સૂત્રકારે કરેલ છે, તે કહે છે કે–તેને કર્મનો મધ્યવતી એટલા માટે નહિ માનવો જોઈએ કે તેની ગ્રંથિનો ભેદ થઈ ચુકેલ છે, અને ગ્રંથિભેદ થવાથી એના કર્મોનો ક્ષય આગળ અવશ્ય થવાનો છે. મધ્યવતી તે એ ત્યારે મનાતો કે તે જીવ ત્યાં ને ત્યાં સ્થિર રહેતું, પરંતુ એવું તો છે જ નહિ; કારણ કે તેના કર્મનો ક્ષય નિયમથી થવાનો જ. કર્મથી દૂર તેને એ ખાતર નથી માનવામાં આવતું કે તેને થોડાં ઓછાં અંતઃકોટકેટી સાગરોપમ કર્મોની સ્થિતિનો સદુભાવ રહેલ છે.
અથવા–લબ્ધચારિત્ર પણ તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મ તેમજ સંસારને મધ્યવતી નથી, કેમકે તેને અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાયનો અભાવ થઈ ચુકેલ છે. મેક્ષથી દરવતી એ માટે નથી કે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવમાં મુક્તિની પ્રાપ્તિ મેળવી લેશે.
અથવા–જેઓએ આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણ કરેલ છે તેઓ તે સમયે સંસારને અન્તર્વત હતા કે બહિર્વતી ? આ પ્રકારના શ્રી જમ્મુસ્વામીજીના પ્રશ્નનો ઉત્તર શ્રી સુધર્માસ્વામી આપતાં કહે છે કે–આ દ્વાદશાંગરૂપ આગમની અર્થરૂપથી પ્રરૂપણા કરવાવાળા તીર્થંકરાદિ પરમાત્મા ન તો સંસારના મધ્યવતી હતા તેમ સંસારથી દૂર પણ ન હતા. કેમ કે તેમને તે વખતે ચાર ઘાતી કર્મોનો અભાવ થઈ ચુકેલ હતું તેથી તેઓ સંસારના અન્તર્વતી ન હતા. અને બાકીના ચાર અઘાતીયા કર્મોને સદ્ભાવ હતો, આ કારણે તે સમયે તેઓ સંસારથી બહિર્વતી પણ ન હતા. (સૂ) ૧)
|
દ્વિતીય સૂત્રકા અવતરણ, દ્વિતીય સૂત્ર ઔર છાયા
જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ચુકેલ છે તે જેને નિયમથી આ સંસારરૂપી સાગરને તીરવર્તી માનવામાં આવેલ છે, તેની વિચારધારા કેવી હોય છે એ વિષયને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે-“રે ઘર” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૭