________________
માટે જ- નૈવ સોડક્તને દૂરે ?” અર્થાત–આ જીવ જે માટે મારાન્તવર્તા છે તે માટે ગુરૂકામસેવી છે. જ્યારે આ પ્રકારની વસ્તુસ્થિતિ છે તે તે ગુરૂકામસેવી અસંયમી જીવ શબ્દાદિકવિષયજન્ય સુખના મધ્યવર્તી સુધી પણ નથી, કારણ કે હજુ સુધી વિષયજન્ય સુખને અનુભવ કરવાવાળું તેનું જ્ઞાન એક પ્રકારે અભાવરૂપ જ છે. મધ્યવતી તે તેને ત્યારે માનવામાં આવે કે જ્યારે વૈષયિક સુખને અનુભવ કરતાં કરતાં તે તેની તૃપ્તિરૂપ પૂર્ણતાના અનુભવની જરા નજીક આવે. પૂર્ણતાની નજીક આવેલ છે એમ તેને ન કહી શકાય કે માની શકાય, કારણ કે તેને હજુ સુધી ઈષ્ટ વૈષયિક સુખોને ભેગવવાની સ્પૃહાને સમુલ્લાસ રહે છે. જ્યાં સુધી તેને ઈષ્ટ વિષયની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે પિતે મહા વ્યાકુલ રહે છે. વ્યાકુલતામાં તેને વૈષયિકતૃપ્તિજન્ય સુખની પ્રાપ્તિ પણ થતી નથી. આથી તેનું જ્ઞાન ઈષ્ટ વિષયની પ્રાપ્તિના અભાવથી વૈષયયિક સુખાનુભવથી શૂન્ય જેવું બની રહે છે. આ સિદ્ધ થયેલી વાત છે કે વિષયેથી જીવેને તૃપ્તિ કદી પણ થતી નથી, એક પછી એક વિષયને ભોગવવાની લાલસા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી જ રહે છે. જ્યારે આ હાલત છે ત્યારે તેને તૃપ્તિરૂપી વિષયભોગજન્ય સુખની પૂર્ણતા કેવી રીતે મળી શકે? જ્યારે આ પ્રકારની પૂર્ણતાને અનુભવ જીવને થતો નથી તો પછી તે જીવ વિષયસુખોને ભોગવતાં ભોગવતાં તેના મધ્ય ભાગ સુધી પહોંચી ચુકેલ છે એ કેમ માની શકાય ? કારણ કે તે તે હજુ સુધી પિતાને વિષયસુખ ભોગવવવાનો પ્રારંભક જ માને છે, માટે તેના જ્ઞાનમાં વૈષયિક તૃપ્તિના અનુભવનો અભાવ જ જોવામાં આવે છે. એનું જ્ઞાન જ્યારે તૃપ્તિની પૂર્ણતાના અનુભવથી જ વંચિત રહેલ છે ત્યારે એને તૃપ્તિના મધ્ય સુધી પહોંચેલ છે એવું કઈ રીતે માનવામાં આવે, તેમાં તો હજુ વૈષયિક ઝંખો ભોગવવાની પ્રારંભક દશા ભાસી રહેલ છે. આ વાત ટીકાકારે “ઘર તyદ્દામુક્કાન નનવાજો વિષચર્ચા વિષચનયાય તથ તત્તવ્યનમવામાવાચલ્યા” આ પંક્તિઓમાં પ્રદર્શિત કરેલ છે, અર્થાત્ હજુ સુધી વૈષયિક સુખોની ઈચછાના ઉલ્લાસથી ઈષ્ટ વિષયની પ્રાપ્તિથી રહિત વિષયસુખજન્ય જ્ઞાનથી યુક્ત તે જીવને વૈષયિક તૃપ્તિના અનુભવની ખામી દેખાઈ આવે છે, આ કારણે તે વૈષયિક સુખને મધ્યવર્તી નથી, અને તે ગુરૂકામસેવી વિષયસુખથી વિરક્ત બની તેનાથી દૂર પણ થઈ શકતો નથી, કારણ કે હજુ તેના દિલમાં વિષયસેવનની અભિલાષા ભરી પડી છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫ ૬