________________
વેરભાવથી સંસારનું વર્ધન થાય છે અને આથી તે બને પરસ્પર હિંસ્ય અને હિંસક બનતા રહે છે.
જે મારાન્તર્વત્ત છે અથવા વૈષયિક ઈચ્છાઓને આધીન છે તે અસંયમી જીવ રત્નત્રયરૂપ ધર્મથી અથવા તેના કાર્યભૂત મોક્ષથી પણ દૂર ને દૂર રહે છે. આ જ વાત સૂત્રકારે ચતઃ મારાન્તસ્તતઃ સ ટૂરે ” આ વાકયથી પ્રદર્શિત કરી છે, તાત્પર્ય એ છે કે–રત્નત્રયરૂપ ધર્મ અથવા તેના કાર્યભૂત મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિષયિક ઈચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવું જોઈએ. જ્યાં સુધી પ્રાણી ઈચ્છાઓને આધીન બની રહે છે ત્યાં સુધી મુક્તિનો માર્ગ સદાને માટે તેનાથી દૂર રહે છે. ઈચ્છાઓને નિષેધ મેક્ષાભિલાષી માટે આ કારણથી બતાવવામાં આવેલ છે કે–આવા પ્રકારની પ્રવૃત્તિથી તેના આત્મામાં એક પ્રકારની અપૂર્વ શક્તિની જાગૃતિ થાય છે, અને તે કર્મક્ષય કરવામાં વિશેષ સહાયક બને છે. ભીરૂ પ્રાણી કર્મોની સાથે લડી શકતો નથી. જે ઇન્દ્રિયોને દાસ છે તે જ મુક્તિ માર્ગમાં ભીરૂ છે, આત્મામાં જે સમય સમય પર વિષયેની અપ્રાપ્તિથી અશાંતિરૂપ સંતાપ થઈ જાય છે તેને વૈષયિક ઈચ્છાઓના દમનથી સર્વથા અભાવ થઈ જાય છે. આ અભાવની પ્રકર્ષતાની વૃદ્ધિથી આત્મા મુક્તિમાર્ગને સાચો આરાધક બની જન્મ મરણનાં દુઃખોથી સદાને માટે છુટકારો મેળવે છે. તેટલા માટે સૂત્રકારે આ જગ્યાએ મુક્તિમાગથી દૂર રહેવામાં અસંયમી છે માટે તેનું કારણ બતાવેલ છે. અથવા જ્યારે જીવ ઈન્દ્રિઓને આધીન થાય છે ત્યારે તે મારાન્તર્વતી થાય છે. ક્યારેય પણ તેની આવા પ્રકારની પ્રવૃત્તિથી ભયગ્રાહી કર્મને અથવા તેને સંસારને અભાવ થતું નથી, પરંતુ તેને તેના વશ રહેવું પડે છે, તેથી મુક્તિનો માર્ગ અને મુક્તિ સદા તેનાથી દૂર રહે છે.
ભાવાર્થ –સંસારી જીવ સુખ પ્રાપ્ત કરવાની અભિલાષાથી વિષયને ભોક્તા બને છે, એથી કરી તે મારાન્તર્વતી બની રહે છે. મારાન્તર્વર્તી બનવાથી તે જન્મ, જરા, મરણ, રેગ અને શેકથી વ્યાકુળ થતો રહે છે તે ફરી તેને મેક્ષસુખની પ્રાપ્તિ કેવી રીતે બને? મોક્ષસુખની પ્રાપ્તિને માટે રત્નત્રય ધર્મની આરાધના થવી આવશ્યક છે. આ આરાધનાથી તે તે હજુ પણ વંચિત બની રહેલ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૫૫